જાફરાબાદ તાલુકા સહીત ગ્રામ્ય પંથકના ખેડૂતોને કિસાન સર્વોદય યોજના નો લાભ ન મળતા ખેડૂતો રાત્રે પાણી વાળવા મજબૂર બન્યા

જાફરાબાદ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કિશાન સૂર્યદય યોજનાથી ખેડૂતોને લાભ મળી રહ્યો નથી ખેડૂતોને રાત્રિના 11:15 થી 7 કલાકે ખેતીવાડીની લાઈટ આપવાથી ખેડૂતો નારાજ જોવા મળીયા..

જાફરાબાદ સહિત ગ્રામ્ય પંથકોમાં સરકાર દ્વારા જાહેર કરેલ હતું કિશાન સૂર્યદય યોજનાનો ખેડૂતોને લાભ મળશે ત્યારે ટીંબી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર શ્રી ની યોજના નો અમલ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ મંત્રીઓ પણ ઉપસ્થિત રહી કિશાન સર્વોદય યોજના ને શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શુભારંભ થયા બાદ આજથી ત્રણ વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં પણ ખેડૂતોને કિશાન સૂર્યદય યોજના નો લાભ મળતો નથી ફક્ત અને ફક્ત સરકાર દ્વારા વાયદાઓ કરી ખેડૂતોને લોભામણી જાહેરાતો કરી ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે…..

રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહ દીપડા જેવા હિંસક જંગલી પ્રાણીઓનો વસવાટ કરતા હોય તેમ જ આ વિસ્તારની અંદર અવારનવાર સિંહ અને દિપડા જેવા જંગલી પ્રાણીઓએ અનેક વખત ખેડૂતો ઉપર હુમલા કરેલી ઘટના સામે આવી છે તેમજ ખેડૂતોને સિંહો દીપડા હોય મોતને ઘાટ પણ ઉતાર્યા છે છતાં પણ પીજીવીસીએલ ના કર્મચારીઓ અને ભાજપના નેતાઓની આંખ પણ ઉધડતી નથી….

આ વિસ્તારની અંદર ખેડૂતોને ફક્ત ગુમરાહ કરવામાં આવી રહ્યા છે કોઈપણ ચૂંટણી સમયે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની હોય તેમ જ ધારાસભાની હોય અથવા તો સંસદ સભ્યોની ચૂંટણી હોય તો પણ નેતાઓ વોટબેંક તરીકે ઉપયોગ કરી લોભામણી જાહેરાતો કરી ચાલ્યા જાય છે પણ આજ દિન સુધી કોઈ નેતાઓએ ખેડૂતો માટેનો પ્રશ્ન ઉઠાવ્યો પણ નથી ખેડૂતોને પોતાનો પાક દર્શાવવા માટે રાત દિવસ એક કરી પોતાનો પાક પકવે છે રાત્રિના 11:00 કલાકે સવારના સાત કલાક સુધી ખેતીવાડીની વીજળી આપવામાં આવે છે તેમજ રાત્રિના સમયે સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓના મુખમાં રહી પાણી વાળવું પડે છે તેમજ આ વિસ્તારની અંદર અનેક વખત pgvcl ના અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર અને ભાજપના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી ખેડૂત જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતોએ સરકારશ્રીને અપીલ કરી કે આ વિસ્તારની અંદર કિસાન સર્વોદય યોજના લાગુ કરી રહેલી તકે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી માંગ કરવામાં આવી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *