
સુરતમાં મહિલા લક્ષી નિર્ણય ટ્રાન્સપોર્ટ સર્વિસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
સુરતમાં સિટી બસની સેવા મહિલાને 365 દિવસ 1000 રુપિયામાં મળશે. રેગ્યુલર અપડાઉન કરતી મહિલાઓ માટે આ સુવિધા ખૂબ કારગત સાબિત થઈ શકે છે.
જો કે, આ નિયમ દરેક મહિલાઓ માટે લાગું કરાશે. અત્યારે સુરત શહેરની અંદર રોજના 2.5 લાખ લોકો પરીવહનનો ઉપયોગ કરે છે. ત્યારે મહિલા પેસેન્જરો આ યોજના થકી સિટી બસોને વધુ મળશે. સિટી બસોની આવકમાં પણ તેના કારણે વધારો થઈ શકે છે. કેમ કે, વધુ મહિલાઓ પ્રોત્સાહિત થઈ સિટી બસનો ઉપયોગ કરી શકે છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરોશન દ્વારા આ નિર્ણય ટ્રાન્સપોર્ટ સર્વિસને વેગ આપવા તેમજ મહિલાઓને સવલત આપવાના હેતુસર લેવામાં આવ્યો છે. જેમાં 3 મહિનામાં 300 રુપિયામાં પણ પાસ કાઢી આપવામાં આવશે, આ પાસ થકી મહિલાઓ ગમે ત્યાં મુસાફરી સરળ રીતે કરી શકે છે.
મહિલાઓ માટેની આ યોજના 1 એપ્રિલના રોજ કરવામાં આવશે. એટલે બે મહિના બાદ મહિલાઓ આ માટેના વાર્ષિક પાસ કઢાવી શકે છે. ખાસ કરીને સુરતમાં ટ્રાન્સપોર્ટ સર્વિસમાં વધારો કરતી આ યોજના સુરતની દરેક મનપા માટે ઉદાહરણરુપ કહી શકાય છે કેમ કે, અન્ય શહેરોમાં આ પ્રકારની સવલત મળવી જરુરી છે. વિગતવાર આ યોજના હેઠળ 6 મહિનાનો પાસ પણ કઢાવી શકાય છે. 3 મહિનાથી એક વર્ષની આ સુવિધામાં 300થી લઈને 1000 રુપિયા સુધીના પાસ કાઢી આપવામાં આવશે. અગાઉ તહેવારો સમયે અમદાવાદમાં પણ ટ્રાન્સપોર્ટ સર્વિસની કેટલીક સુવિધાઓ શરુ કરાઈ હતી.