દાહોદ તાલુકાના ટીમરડા ગામે એક ૧૬ વર્ષીય સગીરાને એક યુવક દ્વારા રાત્રિના સમયે ખેતરમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા ટીમરડા ગામે આવેલ પોતાના મામાને ઘરે લગ્ન પ્રસંગમાં ગઈ હતી ત્યાં લગ્ન પ્રસંગ દરમ્યાન રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ પોતાના મામાના ઘરે સુવા જતી હતી તે સમયે દાહોદ તાલુકાના હિમાલા ગામે પટેલ ફળિયામાં રહેતો નીલેશભાઈ લોબાનભાઈ ભાભોર સગીરા પાસે આવ્યો હતો અને સગીરાને પટાવી ફોસલાવી નજીકમાં આવેલ ખેતર તરફ લઈ ગયો હતો અને ખેતરમાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં આ સંબંધે સગીરાએ પોતાના પરિવારજનોને પોતાની પર વિતેલ આપવીતીની જાણ કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો સગીરાને લઈ કતવારા પોલીસ મથકે લાવતાં આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *