વર્લ્ડ કેન્સર ડે:પાન-માવા-સિગારેટથી ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના દર્દી સૌરાષ્ટ્રમાં….

▪️25થી 35 વર્ષના યુવાનોમાં પ્રમાણ વધુ, મહિલાઓ અને બાળકોમાં પણ વ્યસનની ટેવ

▪️મોઢા અને ગળાના કેન્સર થવાનું કારણ તમાકુ, ફાકી, સિગારેટ,બીડી..

▪️કેન્સર અને તમાકુ એક જ સિક્કાની બે બાજુ

સૌરાષ્ટ્રવાસીઓ પહેલેથી જ જીભના ચટકા લેવામાં શોખિન છે. સૌથી વધુ પાન-માવા, સિગારેટના શોખિનો સૌરાષ્ટ્રમાં મળે. પરંતુ આ વ્યસન મોતના મુખ સુધી લઇ જતા વાર લાગતી નથી. દર 10 દુકાન મૂકીએ એટલે એક દુકાને મોતનો સામાન વેચાતો નજરે પડે. યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. એક રિસર્ચ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના દર્દી સૌરાષ્ટ્રમાં જોવા મળે. એક અંદાજ મુજબ દર વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 6 હજાર થી વધુ લોકો કેન્સરગ્રસ્ત બને છે. જેમાં આશરે 30 ટકા થી વધુ લોકોને જડબા અને જીભના કેન્સર થાય છે. જેનું કારણ પાન-માવા અને સિગારેટ હોય છે.
તમાકુની બનાવટના 50 ટકા રસાયણ કેન્સરને નોતરે છે
તમાકુ બનાવટમાં વપરાતા રસાયણ કેન્સરને નોતરે છે. પાન બિડી સિગારેટથી માત્ર કેન્સર થાય તેવું નથી. બ્લડ પ્રેશર, વંધત્વ, નપુસંકતા, સ્ત્રીઓમા સગર્ભા સમયે બાળકનો વિકાસ રૂંધાવો વગેરે જેવા રોગનુ કારણ પણ તમાકુ હોય છે.

હાલ સૌરાષ્ટ્રમાં કેન્સર બેલ્ટ ગણાતા ભાવનગરમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જ્યાં જિલ્લામાં હાલ દર મહિને સરેરાશ 150 જેટલા એટલે કે વર્ષે સરેરાશ કેન્સરના 1500થી વધુ નવા દર્દીઓનો ઉમેરો થાય છે. ભાવનગરમાં દર 10 ડગલે 1 પાનનો ગલ્લો જોવા મળે. જે યુવાનોમાં માવા અને ગુટખાના સેવનનું પ્રમાણ વધારે છે. ડોક્ટરોનો એક જ સૂર રહ્યો છે કે લોકો જાગૃત બને અને સરકાર તમાકુબંધીની દિશામાં વિચારે અને અને કેન્સરના દુષણને રોકવા તેનો સત્વરે અમલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *