
પોરબંદર શહેર અને જિલ્લામાં પોલીસે ઠેકઠેકાણે દરોડા પાડી દેશી દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં છેલ્લા ર૪ કલાકમાં પ્રોહીબીશનના ૧૪ ગુન્હા પોલીસ દફતરે નોંધાયા હતા.
પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતો ઉંમર યુનુસભાઈ હાજીમાકડા, છાંયા સ્વામીનારાયણ ગુરૂકુળ પાછળ રહેતો તરંગ હરજીભાઈ બામણીયા, ખાપટમાં ડાડાના મંદિર પાસે રહેતો સંજય માલદેભાઈ પરમાર, આદિત્યાણા ગામે રહેતો રામ ખોડાભાઈ મોકરીયા, ખિસ્ત્રી ગામે રહેતો અરભમ રામભાઈ ખિસ્તરીયા, મોચા ગામે રહેતો રમેશ પુંજાભાઈ ચાવડા અને સુભાષનગરમાં રહેતો નરશી ઉર્ફે લખુડી માવજીભાઈ સોલંકી નામના શખ્સો કેફી પીણું પીધા બાદ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે આ સાતેય શખ્સોની અટકાયત કરી છે.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીવન પોસ્તરીયા નામનો શખ્સ બે લીટર દેશી દારૂ સાથે ઝડપાયો હતો. તો મફતીયાપરા ઘાસ ગોડાઉન વિસ્તારમાં પાટા પાસે રહેતા કારીબેન અરજન ઓડેદરાના રહેણાંક મકાનમાંથી ૧ર લીટર અને રૂડીબેન રામાભાઈ ઓડેદરાના મકાનમાંથી પોલીસે ૧૫ લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. તો આદિત્યાણા ગામે મેર સમાજની પાસે જાહેર રોડ પરથી પસાર થતા ભરત હમીરભાઈ એરડા ૧ લીટર દેશી દારૂ સાથે ઝડપાયો હતો.
નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા વિનોદ ઉર્ફે ઈલો માધાભાઈ સોંદરવા નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો ત્યારે પાંચ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, પરંતુ વિનોદ હાજર નહીં મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ જ રીતે કુતિયાણાના થેપડા ઝાપા પાસે તલાવડી વિસ્તારમાં રહેતા વિરમ ભીમાભાઈ ઓડેદરાના મકાનમાંથી પોલીસે ૯ લીટર દારૂ અને મિત્રાળા ગામે રહેતા નરબત મુળુભાઈ ઓડેદરાના ખેતરમાં આવેલી ઓરડીમાંથી પાંચ લીટર દારૂ કબ્જે કર્યો હતો. પરંતુ વિરમ તથા નરબત હાજર નહીં મળી આવતા પોલીસે આ બન્ને શખ્સો વિરૂદ્ધ પણ ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.