
ગુજરાત પોલીસના જાસુસી કાંડમાં 4 લોકો સામે ભરુચ બી ડિવીઝન સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર ડીવાયએસપીના તપાસ અહેવાલ બાદ પોલીસ ફરિયાદનો નિર્ણય લેવાયો છે. જાસુસી કાંડના આ મામલે કરપ્શન વિશ્વાસ ઘાતન ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરુચ બી ડિવિઝીન પોલીસ સ્ટેશનમાં ફરીયા દાખસ કરવામાં આવી છે.
સસ્પેન્ડેડ પોલીસ જવાન અશોક સોલંકી અને મયુર ખુમાણ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. બુટલેગર નયન અને પરેશ સામે એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ પણ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
આ હતો સમગ્ર મામલો
પોલીસ જ બુટલેગર માટે જાસુસ બનીને કામ કરતી હોવાની વાતને લઈને ચકચારી મચી ગઈ હતી. વારંવાર બાતમી મળતી હતી પરંતુ તેમાં નિષ્ફળ જતા આંતરીક તપાસ કરવામાં આવી હતી. બુટલેગર વિરુદ્ધમાં વારંવાર કાર્યવાહી કરવામાં આવતા તેમાં નિષ્ફળતા વારંવાર મળતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ મામલે તપાસ ચાલીહતી પરંતુ તેમાં ગુજરાતમાં ખાખીના જાસૂસી કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
સર્વેલન્સ કોડમાં કામ કરતા બે પોલીસકર્મીઓ સામે હવે ગુનો દાખલ
ભરૂચ પોલીસના ટેકનિકલ સર્વેલન્સ કોડમાં કામ કરતા બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા મહિને એક લાખ રૂપિયાનો હપ્તો લઈને પોલીસ અધિકારીઓના લોકેશન વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અગાઉ અધિકારીઓને શંકા હતી કે, આવું કૃત્ય પોલીસ કર્મીઓ કરી જ ના શકે પરંતુ આ માન્યતા ખોટી સાબિત થતા તપાસ કરતા આ કર્મીઓના જ નામ સામે આવ્યા હતા. સર્વેલન્સ કોડમાં કામ કરતા બે પોલીસકર્મીઓ સહીત 4 સામે હવે ગુનો દાખલ કરાયો છે.
બૂટલેગરની ગર્લફ્રેન્ડની પણ જાસુસી કરાવતા હતા
સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર પોલીસકર્મીઓએ માત્ર IPS અધિકારીઓની જ નહીં પરંતુ દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની ગર્લફ્રેન્ડની પણ જાસૂસી કરી હતી. આ સમગ્ર મામલે હજુ સુધી ગુજરાત પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.