
તાલુકાના ખાવડા નજીક આવેલા ધ્રોબાણા ગામના 3 કિશોરો રમત – રમતા મૃત્યુ પામ્યા છે . ગઇકાલે સાંજે ધ્રોબાણા ગામમાં આવેલી હુસૈનીવાંઢ નજીક રેતીના પટમાં કૌટુબીંક 3 ભાઇઓ નિત્યક્રમ મુજબ રમવા માટે ગયા હતા . સાંજે 7 વાગ્યાની આસપાસ 3 કિશોરો ગયા બાદ કલાકો સુધી પરત ન ફરતા પરિવારે અને અન્ય ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળકો મળ્યા ન હતા . જો કે લાંબી શોધખોળ પછી નદીના પટમાં કિશોરોના ચપ્પલ દેખાયા હતા . જેના આધારે તપાસ કરતા એક ખાડામાંથી ત્રણ કિશોરોના મૃત્યેહ મળી આવ્યા હતા . ખાવડા પોલિસે કરેલી પ્રાથમીક તપાસ મુજબ કિશોરો નિયમીત રીતે નદીના પટમાં રમવા જાય છે . અને પરત આવી જાય છે . જો કે નદીના પટમાં રમતા બાળકોએ રમવા માટે કોતરેલા ખાડામાં કિશોરો રમી રહ્યા હતા ત્યારે તેના પર ભેખડ ધસી પડી હતી અને બહાર નિકળવાના પ્રયત્નો નિષ્ફળ રહેતા કિશોરોના મોત નીપજ્યા હતા . મુનીર કાદર સમા ઉં .13 , કલીમઉલ્લા ભીલાલ સમા ઉં .16 તથા રજાઉલ્લા રસીદ્દ સમા ઉં .14 ના ધટનામાં મૃત્યુ નીપજ્યા છે . નાનકડા એવા ગામમાં 3 કૌટુબિક ભાઇઓના મોતથી માતમ છવાયો છે . પોલિસે પી.એમ. સહિતની કાર્યવાહી કરી મૃત્યેહ પરિવારને સોંપ્યા છે . જો કે રાત્રીના અંધકારમાં ગુમ કિશોરોને પરિવારે લાંબો સમય શોધ્યા પરંતુ ચપ્પલના આધારે ત્રણે ગુમ કિશોરનો પત્તો લાગ્યો અને બનાવ પ્રકાશમાં આવ્યો .