Modi સરકારે 5G સેવા શરૂ થનારા 50 શહેરોનું લિસ્ટ આપ્યું

સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું કે 14 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોનાં 50 શહેરોમાં 5G સેવાઓ શરૂ થઇ ચૂકી છે.

દિલ્હી : બુધવારે લોકસભામાં સરકારે જણાવ્યું કે 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં 50 શહેરોમાં 5G સેવાઓ શરૂ થઇ ગઇ છે. 50માંથી 33 શહેરો કે જ્યાં 5G સેવાઓ શરૂ થઇ તે ગુજરાતમાં છે. સરકારે આ 50 શહેરોની લિસ્ટ જાહેર કરી છે. 


50માંથી 33 શહેરો માત્ર ગુજરાતનાં
સરકારે લોકસભામાં 5G સેવાઓ દેશનાં જે શહેરોમાં શરૂ થઇ છે તેની લિસ્ટ જાહેર કરી છે જેમાં 50માંથી 33 જેટલા શહેરો ગુજરાતનાં જ છે. આ શહેરોમાં  અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરો, અમરેલી જેવા મોટાં શહેરોથી માંડીને વ્યારા, આણંદ, નડિયાદ, ગોધરા, નવસારી જેવા નાનાં શહેરોનો પણ સમાવેશ થાય છે.

આ રાજ્યો/કેન્દ્ર શાસિતનાં પણ નામ સામેલ
ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા, અસમ, રાજસ્થાન, કેરળ, બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *