2017માં ભાજપના નાકમાં દમ કરનાર ત્રિપુટીઓમાંથી બે નેતા ભાજપમાં ભળ્યા બાદ શું નવા જૂની થશે?

2015 વખતે જ્યારે અનામત આંદોલન થયું ત્યારથી ઉભરતા પાસ નેતા તરીકે હાર્દિક પટેલ ઉભરી આવ્યા અને ત્યાર બાદ ઓબીસીની કમાન અલ્પેશ ઠાકોરે સંભાળી ત્યાર આ બે નેતાઓ અત્યારે ભાજપમાં ભળ્યા છે જ્યારે જીજ્ઞેશ મેવાણીએ અપક્ષમાંથી કોંગ્રેસનો દામન થામ્યો છે ત્યારે આવતી કાલે પરીણામ જાહેર થવાના છે ત્યારે સૌ કોઈની નજર આ ત્રણ નેતાઓ પર છે જેમને ગત વખતે ભાજપ સરકારના નાકમાં દમ કરી નાખ્યો હતો. તેવા આ નેતાઓ મોટી પાર્ટીઓ સાથે જોડાઈ ચૂક્યા છે ત્યારે તેમની જીત પર પણ ફોકસ રહેશે. જોણો તેમની સીટો પર કોણ ઉમેદવારો અને ત્યાં કેટલું થયું હતું વોટીંગ. 

વડગામ બેઠક પર ગત વખત કરતા ઓછું મતદાન 
 બનાસકાંઠાના વડગામ બેઠકના પરિણામો પર પણ સૌની નજર છે. કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અહીં સૌથી મોટો ચહેરો છે. 2012 અને 2017માં વડગામમાં 72 ટકા મતદાન થયું હતું, 2012માં અહીં ભાજપની જીત થઈ હતી, 2017માં મેવાણી અપક્ષમાંથી જીત્યા હતા. આ વખતે વડગામમાં 66.21 ટકા મતદાન થયું છે. ત્યારે કોણ જીતશે તેના પર ફોકસ રહેશે.

ગાંધીનગર બેઠકની આ છે સ્થિતિ 
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આ ચૂંટણી તેમના રાજકીય ભવિષ્યનો પ્રશ્ન હતો. અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ તેમની ઈચ્છા પુરી થઈ ન હતી. ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2012માં 73.45 ટકા અને 2017માં 70.73 ટકા મતદાન નોંધાયું હતું. બંને વખત આ સીટ ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે, આ વખતે અહીં મતદાન ઘટીને 62.2 ટકા થયું છે. મતદાનમાં ઘટાડો થવાથી કોંગ્રેસને ફાયદો થશે કે ભાજપને તે મોટો પ્રશ્ન છે. જોકે અલ્પેશ ઠાકોર જીતશે તો તેમની રાજકીય કારકિર્દી સચવાઈ જશે તે નિશ્ચિત છે.

વિરમગામ બેઠક પર હાર્દિકની કસોટી
અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર હાર્દિક પટેલની અગ્નિ પરીક્ષા છે. હાર્દિક પટેલ પોતાના વતનમાંથી ચૂંટણી લડ્યા હોવા છતાં તેને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. વિરમગામમાં 2012 અને 2017માં 68 ટકા મતદાન નોંધાયું હતું. બંને વખત કોંગ્રેસ જીતી હતી. જોકે, આ વખતે મતદાન ઘટીને 63.95 ટકા થયું છે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે 2012ની સરખામણીએ 2017માં કોંગ્રેસની લીડમાં 65 ટકાનો ઘટાડો થયો છે. કોંગ્રેસની ઘટતી જતી લીડ અને ઓછા મતદાન વચ્ચે ભાજપના હાર્દિક પટેલની કસોટી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *