
હાલ ચુંટણીનો માહોલ જામ્યો છે ને આચારસંહિતા લાગુ કરવામાં આવી છે આ સમયગાળામાં ડ્રગ્સ પેડલરો પણ બેફામ બન્યા છે. સુરતના પાંડેસરા અને અમરોલી માંથી ડ્રગ્સ જડપ્યું હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચને ગુનેગારોને પકડવામાં મહત્વની સફળતા મળી છે. મુંબઈથી અલગ અલગ જગ્યાએથી ક્રાઇમ બ્રાન્ચએ ચાર આરોપીઓને રોકડ 3 લાખ 50 હજાર તેમજ 6 મોબાઈલ સાથે જડપી પડ્યા.

બાતમીને આધારે 14મી નવેમ્બરે કોસાડ આવાસમાંથી 2.17 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડી ડ્રગ્સ માફીયા મુબારક અબ્બાસ બાંદીયા પકડાયો હતો. મુબારકને એમડી ચંદન શર્મા આપતો હતો. આથી ચંદન શર્મા સુધી ક્રાઇમબ્રાંચ પહોંચી ગઈ હતી.
ક્રાઇમબ્રાંચે 15મી તારીખે પાંડેસરા અપેક્ષાનગરમાં રહેતા ચંદન લક્ષ્મણ શર્માને પકડી પાડી તેના ઘરમાંથી વધુ 1.79 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું.અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરામાં મળી 4 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હતું.

જેમાં ક્રાઇમબ્રાંચે મુંબઈના ખાતેથી પેડલર ફૈસલ અબ્દુલ ખાલીક મોમીન, વાસીફ અબ્દુલ હમીદ ચૌધરી, સાગર કૈલાશચંદ્ર પાલ અને અનિકેત પ્રકાશ શીંદેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, વાસીફ અને ફૈસલ મોમીન બાળપણના મિત્રો છે. બંને એમડીનું વેચાણ કરતા હતા. અનિકેત અને ચંદન વાસીફના મિત્રો છે અને પહેલા ત્રણેય કેટરીંગનું કામ કરતા હતા.
ચંદન અને અનિકેત એમડી વેચાણ કરવા માટે વાસીફનો સંપર્ક કરતા હતા. વાસીફ એમડીનો માલ ફૈસલ પાસેથી મંગાવી આપી સપ્લાય કરતા હતા. સુરત ક્રાઇમબ્રાંચે ડ્રગ્સ પેડલરો ની ધરપકડ કરી 3.50 લાખની રોકડ અને 6 મોબાઇલ 77 હજારની કિંમતના કબજે કર્યા છે.