હાર્દિકની પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલિ..!!, જનરલ ડાયરને દંડવત સાથે ધારાસભ્ય પદ…!!?

હાર્દિકની પાટીદાર શહીદોને શ્રદ્ધાંજલિ..!!, જનરલ ડાયરને દંડવત સાથે ધારાસભ્ય પદ…!!?

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. એક પછી એક કોંગ્રેસના હોય કે આપ પાર્ટીના કે પછી અન્ય પક્ષના હોય નેતાઓ પક્ષ પલટા કરતા નજરે પડી રહ્યા છે, અમે આજે એક એવા યુવા ચહેરાની વાત કરી રહ્યા છે,જેને બીજાના ખભે બંદૂક ફોડી આજે પોતાની રોટલી શેકી રહ્યા છે એવા હાર્દિક પટેલ જેને રાજકરણમાં એન્ટ્રી લેવા સમાજને હાથ બનાવ્યો અને અનામત માટે આંદોલન છેડયું,10 ટકા અનામત મળી ગઈ એટલે હાર્દિક એમ સમજી ગયા કે અમે જંગ જીતી ગયા એને એમ ના વિચાર્યું કે મારા એકલાથી આ અનામત નથી મળી મારી પાછળ સમાજે પણ એટલો જ ભોગ આપ્યો છે, કદાચ હાર્દિક એ ભૂલી ગયો કે જો મારો સમાજ આંદોલનમાં ના જોડાયો હોય તો હાર્દિક એકથી તણખલું પણ ના તૂટી શકે, રાજકારણમાં ક્યારે નહીં આવું એવું કહેનાર હાર્દિક હોંશે હોંશે રાજકારણમાં પ્રવેશી ગયા, હાર્દિકે પહેલા કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કોંગ્રેસે વિશ્વાસ મૂકી નાની ઉંમરે સારું પદ આપ્યું પણ હાર્દિકને દગો કરવાની જે આદત પડી હતી. તેને કોંગ્રેસ સાથે પણ દગો કર્યો.અને ભાજપમાં જોડાઈ ગયા,પહેલા હાર્દિકે સમાજ સાથે દગો કર્યો પછી કોંગ્રેસ સાથે, ત્યારે હવે એ પણ વિચારવાનું કે શુ હાર્દિક વિરમગામ સીટ પરથી હારી જશે તો ભાજપને પણ દગો કરશે કે શું..?

હાર્દિક પાટીદાર યુવાનો પર થયેલા કેસ ક્યારે પાછા ખેંચાવશે..?

હાર્દિક ભાજપમાં જોડાયા બાદ મોટી મોટી વાતો કરી હતી કે હું ભાજપમાં સેવા કરવા આવ્યો છું,અને બે જ મહિનામાં પાટીદાર યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચાઈ જશે.હાર્દિકના બે મહિના હજુ પણ પુરા થયા નથી અને આજે પણ પાટીદાર યુવાન ભાઈઓ હજુ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે,જો વાત કરીએ તો ઘણા ખરા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે પણ હજુ ઘણા બાકી પણ છે. અને આજે હાર્દિક વાગતા ગાજતે ધારાસભ્ય બનવા થનગની રહ્યા છે, શુ હાર્દિકની ધારાસભ્ય બનવાની થનગનાટ પુરી થાય છે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે..

શહિદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારને હાર્દિક ક્યારે ન્યાય અપાવશે..?

હાર્દિક પટેલ આજે નેતા બની ગયા છે.પણ એ ભૂલી ગયા કે અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનોએ શહીદી વોહરી છે ત્યારે 10 ટકા અનામત મળી છે, એમના પરિવારજનોની આંખોમાં આજે પણ આશુ વહી રહ્યા છે.એમને ન્યાય ક્યારે મળશે..? હાર્દિક એક સમયે બુમો પાડી રહ્યા હતા કે જે યુવાનો શહીદ થઈ ગયા છે તેમના પરિવારજનોને સરકારી નોકરી આપવામાં આવે પણ હાર્દિક જો તમે એમ સમજતા હોય કે અનામત આંદોલન ખતમ થઈ ગયું એટલે હવે મારે જે નિર્ણય લેવો હોય તે લઇ શકું તો એ ભૂલ છે તમારી,આજે પણ અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે, કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહેલા યુવાનો પણ ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે, મોટા મોટા ભાષણ આપવાથી કોઈને ન્યાય નથી મળી જતો તમે આગળ ગમે તેટલી પ્રગતિ કરો પણ એક વાત જરૂર યાદ રાખજો કે કોઈ ના આશુ લૂછવાની તાકાત ના હોય ને તો કોઈની આંખમાં આશુ લાવવાનો પણ તમારો હક નથી..

10 ટકા અનામતથી કેટલો લાભ

પાટીદાર આંદોલન બાદ સરકાર ઝૂકી હતી અને 10 ટકા અનામત આપવી પડી હતી.10 ટકા અનામતથી જનરલ ઉમેદવારોને ઉંમરમાં મેરિટમાં, તેમજ આર્થિક ઘણો લાભ મળ્યો છે, અને આજે 10 ટકા અનામતનો લાભ દરેક જનરલ જ્ઞાતિઓને મળી રહ્યો છે, પણ એ હાર્દિક એમ સમજતો હોય કે મારા કારણે તો એ એની ભૂલ છે કેમ કે એ સફળતા પાછળ દરેક આંદોલનકારીને શ્રેય જાય છે, એ વીર શહીદો જેમને ન્યાય માટે પોતાના પ્રાણ ગુમાવ્યા..હાર્દિક ભાઈ તમે ધારાસભ્ય બનો કદાચ ભવિષ્યમાં મંત્રી પણ બનો તો અમારી શુભેચ્છા છે.પણ એક વાત યાદ રાખજો પક્ષ ભલે બદલો પણ એ પાટીદાર યુવાનો જે શહીદ થઈ ગયા છે તેમને જલ્દી ન્યાય અપાવજો એમનો પરિવાર ન્યાય માટે આજે પણ રાહ જોઈ રહ્યો છે, પાટીદાર યુવાનોના કોર્ટ કચેરીના ધક્કા બંધ થાય અને જલ્દી તેમને ન્યાય મળે તેવું કંઈક વિચારજો તમે એકલા એકલા રોટલી શેકીને ખાઈ ન લેતા,સમાજ આગળ લાવ્યું છે તો સમાજ અને ગુજરાતની જનતાની સેવા કરજો, કેમ કે તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, અને એક વાત યાદ રાખજો સમાજ અને જનતા ઉપર લઈ પણ જાય છે અને નીચે પણ લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *