ભાવનગર શહેર વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતાં કાર્ટીસ નંગ-૦૩ મેળવ્યા

ભાવનગર શહેર વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતાં કાર્ટીસ નંગ-૦૩ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. બી.એચ. શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા, બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

ગઇકાલ તા.૧૮/૧૧/૨૦૨૨નાં ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પી.આર.સરવૈયા એ.એસ.આઇ.,એલ.સી.બી., ભાવનગરનાંઓને હથિયાર અંગે મળેલ બાતમી આધારે* સંઘેડીયા બજારમાં આવેલ મશહુર ગેસ્ટ હાઉસ નીચે રોડ ઉપરથી ઇમરાનભાઇ મહંમદભાઇ શેખ ઉ.વ.૪૧ ધંધો-વેપાર રહે.મદારશા પીરનો ખાંચો,અમીપરા,શેલારશા ચોક પાસે,ભાવનગર* વાળાની અંગજડતી કરતાં કાળા કલરની લોખંડની ધાતુની દેશી બનાવટની મેગ્જીનવાળી પ્લાસ્ટીકનાં હાથામાં બંને બાજુ બે-બે સ્ક્રુથી ફિટ કરેલ બેરલની લંબાઇ-૧૫ સે.મી તથા હાથાની લંબાઇ-૯ સે.મી. ની જીવતાં કાર્ટીસ નંગ-૦૩ લોડ કરેલ ચાલુ હાલતની પિસ્ટલ પિસ્ટલ-૧ મળી આવેલ.

જે પિસ્ટલ પોતાના કબ્જામાં રાખવા બાબતે તેની પાસે લાયસન્સ કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો હોય તો રજુ કરવા કહેતાં તેની પાસે કોઇ લાયસન્સ કે પરવાનો નહિ હોવાનું જણાવેલ. તેની પાસેથી મળી આવેલ *પિસ્ટલ કિ.રૂ.૫,૦૦૦/- તથા જીવતાં કાર્ટીસ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦/- મળી કુલ રૂ૫,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. આ ઇમરાનભાઇને પિસ્ટલ કયાંથી-કોની પાસેથી લાવેલ છો ? તે બાબતે પુંછતાં આ પિસ્ટલ તથા કાર્ટીસ તેને ચારેક મહિના પહેલાં સીકંદર અવેશભાઇ મિયાણા રહે.કુંભારવાડા,ભાવનગરવાળાએ આપેલ હોવાનું જણાવેલ. તેઓ બંને વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *