મૈયારી ગામે ચોકમાં રહેતા અને ટુરીસ્ટર તરીકે વ્યવસાય કરતા રણમલ વિરમભાઈ પરમાર નામના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે તે ટુરીસ્ટો માટે ઈકો વાહન ભાડેથી ચલાવે છે અને તેમના પત્ની સંતોકબેન ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરજ બજાવે છે. જયારે તેના પિતા વિરમભાઈ વીંજાભાઈ પરમાર મૈયારી ગામે ચામુંડા પાન નામની દુકાન ચલાવે છે અને દુકાને માઇક લગાડેલ છે.

ગામની કોઇ નાની-મોટી જાહેરાત હોયતો તેમના પિતા માઈક દ્વારા જાહેરાત કરીને ગામના લોકોને જાણ કરી સેવા કરે છે. ગત તા. ૧૩/૧૧ ના તેમના પત્નીના પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલા કવાર્ટરમાં રોકાયો હતો ત્યારે રાત્રે ૯:૧૩ મિનીટે તેના જ ગામના ભના એભા પરમારે ફોન કરીને ‘તું વોટ્સએપમાં મારા બાપ વિશે શું મેસેજ મોકલે છે અને તું અત્યારે કયાં છો. ગામમાં આવ તો તારી ખબર’ એમ કહી મને જેમ ફાવે તેમ ભુંડીગાળો બોલવા લાગેલ અને ‘તારા પાણીયારીના હોય તેને મારી સામે લઇને આવજે, તને જાનથી મારી નાખવો છે અને તું મૈયારી ગામમાં આવ તારી ખબર, હું રાહ જોવ છું’ એમ કહી મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.

આ ફરીયાદમાં તેવું કારણ દર્શાવ્યું છે કે ભના એભા પરમારે રણમલના પિતા વિરમભાઈ પરમાર વિશે વોટસએપમાં કોમેન્ટ કરી હતી. જેથી પિતા વિશે કોઈ કોમેન્ટ નહી કરવા સમજાવતા ઉશ્કેરાયેલા ભનાએ ફોન કરીને ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે.