
ક.વી.ઓ.જૈન મહાજન ભુજ સમાજના બાળકોનું સરસ્વી સન્માન અને સમાજના સભ્યોનું સ્નેહમિલન યોજાયુ.
અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૪ વર્ષથી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર માનસેવા જીવદયા અને બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી અને વર્ષો જુની મહાજન પરંપરાને જીવંત રાખતી સંસ્થા શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંકુલ સંસ્થાના પટાંગણમાં આવેલ શ્રી શાંતિલા કાનજી ગડા પાર્ટી પ્લોટ મધ્યે સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના પ્રમુખ સ્થાને રીક્ષણીક ક્ષેત્રે સિધ્ધી મેળવનાર સમાજના કરતાં બાળકો નું સરસ્વતી સન્માન કરવામાં આવ્યુ હતુ અને નુતનવરસની ઉજવણી સ્નેહ મિલન દ્વારા કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત સમાજની બાળીકાઓએ પોતાની કાળીધેલી ભાષમાં નવકાર મંત્રનું ગાન કરાવ્યું હતું.સ્વાગત પ્રવચન કરતાં સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ શૈક્ષણીક ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત છાત્રોને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે આજની ૨૧મી સદીમાં શિક્ષણની ભુખ વધતી જાય છે અને આજના સમયમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે ત્યારે સમાજ ના છાત્રોને વધુ શિક્ષણ મેળવવા અનુરોધ કરો હતો. આવનારા વર્ષ દરમ્યાન શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારવા માટેની જાહેરાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું. સમાજના વડી મુરબ્બી અને મારા પિતાશ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી તેમના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૪ વર્ષથી સેવાનું કોઈ એક પણ એવુ ક્ષેત્ર બાકી નથી જેમાં આખું સમાજ સાથે મળીને કામ ન કરય હોય. કોઈ વાદ નહિ અને કોઈ વિવાદ નહિ ત સેવા હી સાધનાના સુત્રને અને મહાજન પરંપરાને જીવંત રાખી અનક સેવાકીય પ્રવૃત્તિઓ માટે મદદરૂપ ચનાર દરેક નામી અને અનામી દાતાશ્રીઓ અને ટ્રસ્ટી મંડળ, સમાજનો આભાર માન્યો હતો.અને આવનારા ભવિષ્યમાં આપ સૌના સહયોગથી વધુમાં વધુ સેવાકીય કાર્ય કરી આગળ વધવાની ઇચ્છા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાડે કર્યુ હતુ. જયારે આભારવિધી સંચાના મંત્રી શ્રી નરેશભાઈ શાહે કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ટ્રસ્ટીઓ, શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંઘના ટ્રસ્ટીઓ . શ્રી કે.વી.ઓ. યુવા પાંખ અને શ્રી ક.વી.ઓ. સખી વૃંદની સમગ્ર ટીમ અને સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જનરલ મેનેજર શ્રી અંકિત ગાલા અને સંસ્થાના કર્મચારીઓએ જહેત ઉઠાવી હતી.