MCD ચૂંટણી: AAPએ પ્રથમ યાદીમાં 70 મહિલાઓને આપી ટિકિટ, પૂર્વ ધારાસભ્ય પણ રેસમાં સામેલ

દિલ્હી MCD ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આસપાસ જ MCDની ચૂંટણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ માટે દિલ્હીની આમ આદમી પાર્ટીએ 134 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 134ની યાદીમાં 70 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય વિજેન્દર ગર્ગને પણ નરૈનાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો કોંગ્રેસમાંથી AAPમાં આવેલા વરિષ્ઠ કાઉન્સિલર મુકેશ ગોયલને આદર્શ નગર વોર્ડમાંથી ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ કાઉન્સિલર ગુડ્ડી દેવીને તિમારપુરના મલકાગંજથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મોતીનગરના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર રાકેશ જોશીને AAP દ્વારા કરમપુરાથી ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ એમસીડી ચૂંટણીમાં પહેલા પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી હજુ આવવાની બાકી છે, આમ આદમી પાર્ટીએ 134 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે.

આમાં અનુસૂચિત જાતિ માટે 12 અનામત, અનુસૂચિત જાતિની મહિલાઓ માટે 15 અનામત અને સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે 50 અનામત સીટોનો પણ સમાવેશ થાય છે. પ્રથમ યાદીમાં 57 સામાન્ય બેઠકો માટે પાર્ટીના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. બાકીની 116 બેઠકોના નામ રવિવાર સુધીમાં ફાઈનલ કરી દેવામાં આવશે તેવી શક્યતા છે.

તમામ ઉમેદવારોના નામાંકન સોમવાર એટલે કે 14 નવેમ્બરે જ દાખલ થઈ શકશે, જે છેલ્લી તારીખ પણ છે. દિલ્હીમાં શનિવાર અને આવતીકાલે રવિવારની રજા હોવાથી નામાંકન ભરવામાં આવશે નહીં.

આમ આદમી પાર્ટીએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજકીય બાબતોની સમિતિ (PAC)ની મેરેથોન બેઠકમાં ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

AAP અનુસાર, 90 ટકા જૂના કાર્યકરોને ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પાર્ટીના 20 હજારથી વધુ કાર્યકરોએ AAPની ટિકિટ પર MCD ચૂંટણી લડવા માટે અરજી કરી હતી. પાર્ટીએ તમામ અરજદારોનો સર્વે કર્યો અને સ્થાનિક લોકોના ફીડબેક લીધા બાદ તેમને ટિકિટ આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *