બહેનની મશ્કરી બાબતે મિત્ર સાથે થયો ઝગડો: મશ્કરી કરવાની નાં પાડતા યુવક પર કર્યો છરીથી હુમલો

રાજકોટમાં દિવસેને દિવસે આવર તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. એક યુવકે પોતાની બહેનની મશ્કરી કરવાની નાં પાડતા ઉશ્કેરાયેલા યુવાને બહેનના ભાઇ પર છરીથી હુમલો કરી લોહીલુહાણ કરી દિધો. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર વિશાલ નામનો ૧૮ વર્ષનો યુવક પણની દુકાને બેઠી હતો ત્યારે ત્યાં તેનો મિત્ર જતીન પણ સાથે બેઠો હતો. ત્યાંથી વિશાલની બહેન નીકળતા જાતિને મશ્કરી કરી જેથી વિશાલે તેની બહેનની મશ્કરી કરવાની નાં પાડતા ઉશ્કેરાયેલા જાતિને વિશાળ પર છરીના ઘા ઝીંક્યા હતા જેથી વિશાલને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.

રાજકોટના મનહર સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષનો વિશાલ ગોર બાજુમાં આવેલ પાનની દુકાને બેઠો હતો ત્યારે ત્યાં જતીન નામનો તેનો મિત્ર પણ આવ્યો હતો. ત્યાં રસ્તા પરથી વિશાલની બહેન પસાર થતાં જાતિને તેની મશ્કરી કરી હતી જે વિશાલને ન ગમતા વિશાલે જાતિને મશ્કરી કરવાની નાં પાડી હતી જે વાતથી ઉશ્કેરાઇને વિશાળ સાથે જગડો કરી જાતિને વિશાલને છરીના ઘા ઝીંક્યા હતા જેથી વિશાલને ગંભીર ઇજા થઈ હતી અને વિશાલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત વિશાલનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *