સાબરકાંઠા જિલ્લામાં 4800 થી વધારે ઇવીએમ અને વિવિપેટ જિલ્લાની ચાર વિધાનસભાઓ માટે ફાળવી દેવાયા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ની સાથે જ ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ અને વિવિપેટ ફાળવણી શરૂ કરી દેવાય છે જે અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લામાં 4800 થી વધારે ઇવીએમ અને વિવિપેટ જિલ્લાની ચાર વિધાનસભાઓ માટે ફાળવી દેવાયા છે સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભાઓ નું મતદાન યોજના છે ત્યારે જિલ્લામાં 1500 થી વધારે મતદાન મથકો બનાવાયા છે જે અંતર્ગત જિલ્લામાં 4800 થી વધારે વિવિપેટ ની ફાળવણી આજથી શરૂ કરાય છે જેમાં ઇમર્જન્સીના સમયે ઉપયોગમાં આવી શકે તે માટે વધારાના ઇવીએમ તેમજ વિવિધ પેટની ફાળવણી કરાઈ છે જે અંતર્ગત હિંમતનગર વિધાનસભામાં કુલ 399 મતદાન મથકો માટે 399 ઇવીએમ તેમજ 450 થી વધારે વિવિપેટ ની ફાળવણી કરાઈ છે

જ્યારે ઇડર વિધાનસભા બેઠક માટે 417 મતદાન મથકો માટે 417 ઇવીએમ મશીન સહિત 470 વિવિપેટ ની ફાળવણી કરાઈ છે જોકે ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે 385 મતદાન મથકો માટે 385 ઇવીએમ તેમજ 435 વિવિપેટ ની ફાળવણી કરાઈ છે જ્યારે પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે 360 મતદાન મથકો માટે 360 તેમજ 403 વીવી પેટની ફાળવણી કરાઈ છે સાથોસાથ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ સરકારી અધિકારીઓની હાજરી સહિત વિવિધ રાજકીય પક્ષો ના આગેવાનોની હાજરીમાં વિવિપેટ તેમજ ઇવીએમ ની ફાળવણી કરી તમામ વિધાનસભા ખાતે મોકલી આપવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *