ભારત જોડો યાત્રા 60માં દિવસે ફરી શરૂ, રાહુલ ગાંધી સાથે પ્રશાંત ભૂષણ પણ જોવા મળ્યા

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે 60મો દિવસ છે. આજે તેલંગાણામાં શરૂ થયેલી યાત્રામાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર આ મુલાકાતનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં રાહુલ ગાંધી પ્રશાંત ભૂષણનો હાથ પકડેલા જોવા મળે છે. આ દરમિયાન રાહુલ સાથે કોંગ્રેસના કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના વર્ગીકરણ માટે લડતી સંસ્થા મદિગા આરક્ષણ પોરાટા સમિતિ (MRPS)ના નેતા મંદા કૃષ્ણ મદિગા પણ આજે સવારે મેડક જિલ્લાના અલ્લાદુર્ગથી યાત્રામાં જોડાયા હતા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, “આજે આ યાત્રા મેડકથી કામરેડ્ડી જિલ્લા તરફ આગળ વધશે. આ પહેલા ગઈકાલે મેડક જિલ્લાના પેદ્દાપુર ગામમાં એક સભાને સંબોધતા તેમણે ભાજપ પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં 2014થી બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે.

નોંધનીય છે કે ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ ભારત જોડો યાત્રા  3,570 કિમી લાંબી, 150 દિવસની નોન-સ્ટોપ પદયાત્રા છે જેમાં દેશભરના 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે. રાહુલ ગાંધી દિવસ દરમિયાન લોકોને મળશે અને રાત્રે કન્ટેનર બનાવવમાં આવેલા મચલાઉ આવાસમાં આરામ કરશે. ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ થશે અને શ્રીનગરમાં સમાપ્ત થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *