
ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન મોદીએ ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન
વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને આપ્યા અભિનંદન
ઓસ્ટ્રેલીયામાં ટીમ ઇન્ડિયાની સફળતા પર તમામ ભારતીય ખુશ : મોદી
ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેન ટેસ્ટ જીતીને રહ્યો ઈતિહાસ

ટીમ ઇન્ડીયાએ ઓસ્ટ્રેલીયાને બ્રિસ્બેન ટેસ્ટમાં હરાવીને ઇતિહાસ રચ્યો છે.ત્યારે સોશિયલ મીડિયામાં ટીમ ઈન્ડિયાને અભિનંદન આપવાની વણઝાર લાગી છે.ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ટીમ ઈન્ડિયાને ટવીટ કરીને અભિનંદન આપ્યા છે અને કહ્યું છે કે ટીમ ઇન્ડિયાની સફળતા દરેક ભારતીય ખુશ છે.
ટીમ ઇન્ડિયાએ ૪ મેચની સીરીજ ૨-૧થી જીતીને ઈતિહાસ રચી દીઘો છે. ઓસ્ટ્રેલીયામાં યજમાન ટીમ સામે ટીમ ઇન્ડિયાએ સતત બીજી ટેસ્ટ શ્રેણી જીતી છે.પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ શાનદાર પુનરાગમન કરીને સીરીજ ટીમ ઇન્ડિયાએ કબજે કરી છે.
ટીમ ઇન્ડિયાની એતિહાસિક જીત બદલ સોશ્યલ મીડિયા પર અભિનંદનની સિલસિલો શરુ થઇ ગયો છે.વડાપ્રધાન મોદીએ પણ શાનદાર જીત બદલ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને કહ્યું છે કે અમે તમામ ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલીયામાં સફળતા પર ખુશ છે.
વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને લખ્યું હતું કે અમે તમામ ઓસ્ટ્રેલીયામાં ટીમ ઇન્ડિયાની સફળતા પર ખુબ જ ખુશ છીએ.તેમની ઉર્જા અને જુનુન સમગ્ર રમત દરમિયાન દેખાઈ રહી હતી.તેમનો નક્કર ઈરાદો ,ઉલ્લેખનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ પણ નજર આવ્યો હતો.ટીમને અભિનંદન ,તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ બ્રિસ્બેન ટેસ્ટમાં ત્રણ વિકેટથી ઓસ્ટ્રેલીયાને હાર આપી હતી.તેની સાથે જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલીયામાં સતત બીજી સીરીજ જીતીને ઈતિહાસ રચ્યો છે.ઓસ્ટ્રેલીયા દ્વારા આપવામાં આવેલ ૩૨૮ રનનો લક્ષ્યાંક ત્રણ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.આમ ટીમ ઇન્ડિયાએ સીરીજ ૨-૧થી જીતી લીધી હતી.