
આજે બીજા દિવસે ભાજપની બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. અમિત શાહની આગેવાનીમાં આજે ફરીથી બેઠક કમલમ ખાતે મળી રહી છે. ત્યારે ભાજપની રાજ્ય સંસદીય બોર્ડની બેઠકમાં 58 વિધાનસભાની બેઠકો પર પેનલ પસંદ કરવામાં આવશે. ગઈકાલે પણ 40થી વધુ બેઠકો માટે ઉમેદવારી પસંદગી પ્રક્રીયાને લઈને ચર્ચા ચાલી હતી. આજે બેઠકમાં 15 જિલ્લાનીની બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે.

ભાજપની રાજ્ય સંસદીય બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. ગુરુવારે સંસદીય બોર્ડની બેઠકમાં 47 બેઠકો માટેના ઉમેદવારો પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે બેઠકમાં 15 જિલ્લાની 58 બેઠકો માટેના ઉમેદવારોમાં અમદાવાદ, ગાંધીનગર સહીતની બેઠકોનો સમાવેશ કરવામાં આવશે.

આ જિલ્લાની બેઠકો પર પસંદગી ઉતારાશે
જે 58 બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે. તેમાં ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠકો, મહેસાણાની 7 બેઠકો, અમરેલીની 5 બેઠકો અને બોટાદની 2 બેઠકો પર ચર્ચા થશે. અમદાવાદ જિલ્લાની 5 બેઠકો, ભાવનગર જિલ્લાની 5 બેઠકો અને ભાવનગર શહેરની 2 બેઠકો પર ચર્ચા થશે. ઘેડના 6, પંચમહાલમાં 5, નવસારીમાં 4 અને ભરૂચના 5 જિલ્લાઓ પર ચર્ચા થશે. જામનગર શહેરની 2 બેઠકો, જામનગર જિલ્લાની 3 બેઠકો અને દેવભૂમિ દ્વારકાની 2 બેઠકો પર ચર્ચા થશે.