
ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા પ્રભાતસિંહે ગોધરાથી ટિકિટની માંગણી કરી છે. ગઈકાલે જ તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તેમને આજે ગોધરાથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની રાજનિતી જોવા મળી રહી છે ત્યારે ભાજપમાંથી અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો કોંગ્રેસમાંથી અસંતોષ્ટ અનુભવતા નેતાઓ ભાજમાં જોડાઈ રહ્યા છે. પ્રભાતસિંહ પણ ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં જોડાયા છે.

આ સાથે તેમણે મીડીયા સમક્ષ એ પણ જણાવ્યું હતું કે, પરીવારના સભ્યો જે ભાજપમાં છે તેમની સાથે ચર્ચા કરીને કોંગ્રેસમાં તેમને લાવવાનો પ્રયત્ન હું કરીશ. તેવું પણ તેમણે કહ્યું હતું.
ખાસ કરીને ગઈકાલે પ્રભાતસિંહ ભાજપમાં જોડાતા, ભાજપમાં સૌથી મોટું ભંગાણ પંચમહાલ મધ્ય ગુજરાતમાં કહી શકાય છે. પ્રભાતસિંહ એ પૂર્વ સાંસદ ભાજપમાંથી રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તેમજ સાસંદ પ્રભાતસિંહ રહી ચૂક્યા છે. ત્યારે ગઈકાલે જ તેઓ ભાજપને અલવિંદા કહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર સ્ક્રીનિંગ કમિટીની બેઠક આજે મળી રહી છે. આ બીજીવાર બેઠક સ્ક્રિનિંગ કમિટીની મળીછે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 98 બેઠકો પર ઉમેદવારોના નામો નક્કી છે. કોંગ્રેસે ઉમેદવારોને પહેલાથી જ કહી દેવામાં આવ્યું છે.