મોરબી: સમડી ગેંગનો આંતક યથાવત, ચિત્રકુટ સોસાયટીમાં વધુ એક ચીલઝડપ 

મોરબી શહેરમાં મહિલાઓની નજર ચૂકવી ગળા કે હાથના દાગીના સરવી જતી સમડીગેંગ ફરી એકવાર સક્રિય થઈ છે. હજુ થોડા દિવસ પહેલા હળવદમાં પોલીસ લાઈન નજીક એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપની ઘટના બની હતી હતી તેના આરોપી પકડાયા ત્યાં મોરબી શહેરમાં ચિત્રકુટ સોસાયટીમાં ફરી એક ચીલઝડપની ઘટના બની છે.

જેમાં ૫૭ વર્ષીય ફરિયાદી જોશનાબેન અંબારામભાઈ રંગપરીયાએ જણાવ્યું હતું કે, તેઓ ચિત્રકુટ સોસાયટી જી.આઈ.ડી.સી પાસે આવેલ તેમના ઘર નજીક અન્ય પાડોશી દુધીબેન પિતામ્બરભાઈ ભુત તથા દયાબેન કિશોરભાઈ કાસુંદ્રા સાથે ઉભા હતા. એ સમયે બે અજાણ્યા શખ્સો બાઈક પર ડબલ સવારીમાં આવ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જોશનાબેનના ગળામા રહેલ આશરે ૨૦ ગ્રામ વજનના સોનાનો ચેઇન જેની કિ રૂ ૬૦,૦૦૦/-તથા તે ચેઇનમા રહેલ સોનાનુ શ્રીનાથજીનુ પેન્ડલ આશરે ૦૫ ગ્રામ જેની કિ રુ ૧૫,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૭૫,૦૦૦/-વાળા ચેઇનને ઝુંટવીને ચીલઝડપ કરી હતી.એ સમયે જોશનાબેન અને અન્ય મહિલાઓએ આરોપીને ઝ્ડ્પવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બન્ને નાસી ગયા હતા. 

આ ફરિયાદને આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૯(A)(૩),૧૧૪ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે કે મોરબી જિલ્લામાં ગુનાહિત પ્રવુતિ વધતા સ્થાનિકો દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *