ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી શાસનમાં નથી તેમના કામ નહી કારનામાં બોલે છે

દ્વારકા થી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રા આજરોજ સમાપ્ત થઇ છે. આ કાર્યક્રમમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન માટે મહાત્મા ગાંઘીજીની જન્મ ભૂમિ પોરબંદરમાં આજે આ યાત્રા સમાપન થઇ રહી છે. મહાત્માં ગાંઘીજીના આશિર્વાદ લઇ આવનાર ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ તેનો વિજય રથ આગળ વઘારશે. આ યાત્રા ભગવાન દ્વારકાઘીશની યાત્રા લઇને નીકળી હતી. ગુજરાતમાં વિકાસના ગૌરવ પુર્ણ કામોને લઇ નિકળેલ યાત્રાને ગુજરાતની જનતા જનતાર્દને ભવ્ય આવકાર આપ્યો છે.  

 રૂપાણીજીએ વધુમાં જણાવ્યું કે, આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ કહે છે કે કોંગ્રેસનું કામ બોલે છે, ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી શાસનમાં નથી તેમના કામ નહી કારનામાં બોલે છે. કોંગ્રેસની સરકારમાં કોમી તોફાનો થતા, પોરબંદરના ભાગોળે પાટીયું લાગાડ્યુ હતું કે લો એન્ડ ઓર્ડર અંહી પુરો થાય છે. દેશમાં કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચાર અને ગરીબી વઘી છે. કોંગ્રેસની સરકારમાં માં નર્મદા ડેમનું કામ અટકાવી રાખ્યું હતું. કોંગ્રેસની સરકારમાં સૌરાષ્ટ્ પાણી માટે વલખા મારતુ ભાજપના રાજમાં સૌરાષ્ટ્ર પાણીદાર બન્યું છે. ગુજરાતમાં આજે ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં ભાજપની સરકાર ફરી બનશે. 

 રૂપાણીજીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્રમાં મોદી સાહબેની સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દુર કરી, અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઇ રહ્યું 

છે. ભાજપ તો કહેતુ જ હતું સોગંધ રામની કે રામ મંદિર અયોધ્યામાં જ બનાવીશું અને રામ મંદિરનું કામ આજે શરૂ થયું છે. ભાજપે આજે અયોધ્યામાં રામ,યુવાનોને કામ, ખેતરને પાણી આપ્યું છે. કોંગ્રેસના રાજમાં ખેડૂતોનો પાક વિમો પાકતો નો હતો આજે કપાસ,મગફળીના પાકોનો સારો ભાવ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *