મોતની ચિચિયારીઓ – વડોદરામાં લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત થતા 6ના મોત, 17 ઘવાયા

રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસને વડોદરા પાસે ગોઝારો અકસ્માત નડ્યો છે. જેમાં 6ના મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે જ્યારે 17 ઘવાયા છે જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. વડોદરાના કપુરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  

દર્દનાક ભરેલો આ અકસ્માત રહ્યો છે જેમાં 6 લોકો મોતને ભેટ્યા છે 17ને બસના પતરા તોડી બહાર કાઢવાની ફરજ પડી હતી જેમને અત્યારે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં બે પુરૂષ, ત્રણ મહિલા અને એક બાળકના મોત થયા છે. 

મળતી વિગતો અનુસાર બસ ટ્રેલરને ઓવરટેક કરવા જતા આ ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ચાલક ટ્રેલર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ખાનગી બસનો અકસ્માત થતા મોતની ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. 

આ રોડ પર અગાઉ પણ અકસ્માતો નડી ચૂક્યા છે ત્યારે આ કપુરાઈ ચોકડી પાસે ગમખ્વાર રીતે અને ગફલત ભરી રીતે વાહનો ચલાવવા વારંવાર ફરીયાદો કરવામાં આવી રહી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે ત્યારે વધુ એક અકસ્માત થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *