
ચૂંટણીની તડામાર તૈયારી: રાજકોટ કોંગ્રેસની સમિતિના દરેક વોર્ડમાં પ્રમુખના નામ કર્યા જાહેર હવે ગણતરીના દિવસોમાજ ચૂંટણીની તારીખ જાહેર થશે. તમે રાજકીય પાર્ટી લોકોના દિલ અને વોટ જીતવા અનેક સભા, કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. બધી રાજનૈતિક પાર્ટીઓ દ્વારા ચૂંટણી જીતવા વ્યૂહ રચના ઘડાઈ રહી છે ત્યારે રાજકોટ કોંગ્રેસ સમીતી દ્વારા દરેક વોર્ડમાં પ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ તમામ ૧૮ વોર્ડના પ્રમુખોની નિમણુક કરવામાં આવી છે. ૯ વોર્ડ પ્રમુખો રીપીટ કરવામાં આવ્યા છે.જયારે ૯ નવા ચહેરાને જવાબદારી સોપવામાં આવી છે.

વોર્ડ નં. ૧ના પ્રમુખ તરીકે કલ્પેશભાઈ સાદરાણી,વોર્ડ નં. ૨ દેવેન્દ્રસિંહ રાણા,વોર્ડ નં. ૩મા વજુભાઈ છૈયા, વોર્ડ નં. ૪ કલ્પેશ પીપળીયા,વોર્ડ નં. ૫ દિપક મકવાણા,વોર્ડ નં. ૬ શૈલેશ સાકરિયા,વોર્ડ નં. ૭માં જીજ્ઞેશ ડોડીયા, વોર્ડ નં. ૮માં પાર્થભાઈ બગડા,વોર્ડ નં. ૯માં ગીરીશ ઘરસંડિયા વોર્ડ નં. ૧૦માં જગદીશ ડોડીયા, વોર્ડ નં. ૧૧માં કેતનભાઈ તાળા, વોર્ડ નં. ૧૨માં સુજીતકુમાર મણવર,વોર્ડ નં. ૧૩માં વિજયસિંહ જાડેજા,વોર્ડ નં. ૧૪માં બીજલભાઈ ચાવડીયા,વોર્ડ નં. ૧૫માં વાસુદેવ ભંભાણી,વોર્ડ નં. ૧૬માં હિતેશ ત્રિવેદી વોર્ડ નં. ૧૭માં પ્રહલાદસિંહ ઝાલા અને વોર્ડ નં. ૧૮ના પ્રમુખ તરીકે દિપકભાઈ ઘવાની વરણી કરવામાં આવે છે.