અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે 20થી 25 ગાડી એકસાથે ટકરાતાં અકસ્માત સર્જાયો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. એકસાથે 20થી 25 ગાડી એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ટોલ નાકે ઊભા રહેલા લોકોનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *