Crimeking : India Wins Asia Cup 2022 Final

Asia Cup 2022
Asia Cup

Crimeking : એશિયા કપ જીત્યા બાદ ભારતીય (India) મહિલા ટીમે જોરદાર જશ્ન મનાવ્યો હતો અને તેનો એક વીડિયો વાયરલ થયો છે.

ભારતીય (India) મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશના સિલહકટમાં શ્રીલંકાને 8 વિકેટે પરાજય આપીને એશિયા કપ  જીતી લીધો છે. Asia Cupમાં ભારતની આ સાતમી જીત છે. 

Crimeking : India Wins Asia Cup 2022

આવી રીતે જીતનો જશ્ન મનાવ્યો.

જીત બાદ ભારતીય (India) મહિલા ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠી હતી અને તેમના ડાન્સનો એક જોરદાર વીડિયો વાયરલ થયો છે. એશિયા કપ જીતની ખુશી મનાવતા મહિલા ટીમના ખેલાડીઓ ગોળ કૂડાળું વળીને ઊભી રહી ગઈ હતી ત્યાર બાદ સાથે ડાન્સ કરવા લાગી હતી. થોડા સમયના ડાન્સ બાદ એક ખેલાડી જમીન પર સીધી સુઈ ગઈ અને બાકીની ખેલાડીઓએ તેના પર રંગબેરંગી કાગળના ટૂકડા ઉડાવવા લાગી હતી અને આ રીતે તેમનો જોરદાર જશ્ન મનાવ્યો હતો. 

(India)

Crimeking : India Wins Asia Cup 2022

ભારતે સાતમી વાર જીત્યો એશિયા કપ 

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય (India) ટીમે શનિવારે સિલ્હેટમાં રમાયેલી એકતરફી મેચમાં શ્રીલંકાને આઠ વિકેટે પરાજય આપીને આઠ સિઝનમાં સાતમી વખત મહિલા એશિયા કપ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. છેલ્લા 14 વર્ષમાં પહેલી વખત ફાઈનલ રમી રહેલા શ્રીલંકાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય લીધો. લંકાની ટીમ નવ વિકેટે 65 રન જ બનાવી શકી હતી. ભારતે 8.3 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો. સ્મ્રિતિ મંધાનાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશના સિલહટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી એશિયા કપની ફાઈનલમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવીને 7મી વાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાને મળેલા 66 રનના ટાર્ગેટને 8.3 ઓવરમાં 2 વિકેટે ચેઝ કરી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 51 રન ફટકાર્યા હતા.

અગાઉ શ્રીલંકાની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમે કંઈ ખાસ કમાલ કર્યો નહોતો અને નિર્ધારીત ઓવરમાં 9 વિકેટે 65 રન જ કર્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહે 3 ઓવરમાં માત્ર 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાને 2-2 વિકેટ મળી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. શ્રીલંકા તરફથી માત્ર બે બેટર જ ડબલ ફિગરને ક્રોસ કરી શક્યા હતા.

Crimeking : India Wins Asia Cup 2022

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, દયાલન હેમલતા, રેણુકા ઠાકુર અને રાજેશ્વરી ગાયકવાડ.

Sri Lanka : ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), અનુષ્કા સંજીવની, હર્ષિતા સમરાવિક્રમા, નિલ્ક્ષી ડિ સિલ્વા, હસિની પરેરા, મલશા શેહાની, કવિશા દિલ્હરી, મલ્શ શહની, સુગંધિકા કુમારી, ઇનોકા રનવેરા અને એચિનિ કુલસૈયા.

#asia cup 2022 #asia cup #india #indian #AsiaCup2022Final #Crimeking

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *