સોનૂ નિગમના ગુરૂ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષની ઉંમરમાં નિધન, PM મોદી દુઃખ વ્યક્ત કર્યું

ઉસ્તાદન ગુલામ મુસ્તફા ખાન સાહેબે પોતાના વિશાળ કરિયાર દરમિયાન પોતાના અવાજના જાદૂથી તમામને મંત્ર મુગ્ધ કરી દીધા અને સૂરોમાં રસબોળ કરી દીધા. જે શાંતિ ઉસ્તાદ ખાન સાહેબને લાઇવ સાંભળવામાં મળતી હતી તે હવે ક્યારે નહીં મળે. પરંતુ તેમાં પણ કોઇ શંકા નથી કે પોતાની પાછળ જે વિરાસત ગુલામ મુસ્તફા ખાન છોડી ગયા છે તેને સાંભળીને શ્રોતા સંગીતની આત્મીયતાથી લાંબા સમય સુધી જોડાયેલા રહેશે. પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું.

રાત્રે 12.37 મિનિટે ગુલામ સાહેબે અંતિમ શ્વાસ લીધાઃ ગુલામ મુસ્તફા ખાનની પત્ની

ગુલામ મુસ્તફા ખાનની પત્ની નમ્રતા ગુપ્તાએ પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ખાન સાહેબે રાત્રે 12.37 મિનિટે બાંદ્રા સ્થિત પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમણે કહ્યું કે, આજે સવારે તેઓ સ્વસ્થ હતા. અમારે ત્યાં 24 કલાક નર્સ પણ તેમની દેખભાળ માટે રહેતી હતી. પરંતુ મસાજ દરમિયાન તેઓ વૉમિટ કરવા લાગ્યા. હું ભાગતી આવી અને મેં જોયું કે તેમની આંખો બંધ છે અને ધીરે ધીરે શ્વાસ લઇ રહ્યા હતા. મેં ડૉક્ટરને બોલાવ્યા પરંતુ ત્યાં સુધીમાં તેઓ શરીર છોડી ચૂક્યા હતા. સમગ્ર પરિવાર આ સમાચારથી દુઃખમાં છે. તેઓ જીવતા હોત તો 3 માર્ચે પોતાના જીવનના 90 વર્ષ પૂર્ણ કરત. સોશિયલ મીડિયા પર પણ નમ્રતાએ આ વાતની માહિતી શેર કરી.

લતા મંગેશકર, સોનૂ નિગમ અને એ.આર. રહેમાને દુઃખ વ્યક્ત કર્યું
ગુલામ મુસ્તફા ખાનના અંતિમ સંસ્કાર સાંતાક્રૂઝ કબ્રિસ્તાનમાં આજે સાંજે કરવામાં આવ્યા. તેમનો જન્મ 3 માર્ચ 1931ના રોજ ઉત્તરપ્રદેશના બંદાયૂમાં થયો હતો. તેમને 1991માં પદ્મશ્રી, વર્ષ 2006માં પદ્મ ભૂષણ અને વર્ષ 2018માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ મહાન દિગ્ગજ સિંગર સોનૂ નિગમના ગુરૂ હતા. તેમના નિધન પર લતા મંગેશકર, ઉસ્તાદ અમજદ અલી ખાન અને એ.આર. રહેમાને દુઃખ વ્યક્ત કર્યું.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *