
ઊના – દિવ કેન્દ્ર શાસીત પ્રદેશ માંથી વ્યાપક પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય તેમ બુટલેગરો દ્રારા દારૂની અવનવા પ્રયોગ અજમાવતા હોય છે પરંતુ હવે તો પોલીસ કર્મી પણ દારૂની હેરાફેરી કરતા હોય તેમ ગીરગઢડામાં ફરજ બજાવતા પોલીસ કર્મીને ઊના-વેરાવળ રોડ પર આવેલ લામઘાર ગામના પાટીયા પાસે કારમાંથી વિદેશી દારૂની બોટલોના જથ્થો સાથે બે શખ્સોને મુદામાલ સાથે ઉના પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ એલમપુર ગામે રહેતા અને ગીરગઢડા પોલીસમાં કોટેબલ તરીકે ફરજ બજાવતા પંકજ લવજી વાળા તેમજ ઊના ગીરગઢડા રોડ પર આવેલ ૮૦ ફુટ રોડ પર રહેતા હિરેન પરબત વાળા આ બન્ને શખ્સો ઉના-વેરાવળ રોડ પર આવેલ લામધાર ગામના પાટીયા પાસેથી કારમાં વિદેશી દારૂ લઇને પસાર થતા હોય ઉના પોલીસે કાર રોકાવી તલાસી લેતા કારની અંદરથી ચોરખાનામાંથી અલગ અલગ વિદેશી દારૂની 318 બોટલોનો જથ્થો મળી આવતા પોલીસ કર્મી સહીત બન્ને શખ્સોને વિદેશી દોરૂ તેમજ કાર સહીત કુલ રૂ. ૧ લાખ ૪૦ હજારના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.