
શહેરમાંથી ઝડપાયેલ જાલી નોટ પ્રકરણે પોલીસ રીમાન્ડ દરમિયાન આ કાંડનું પગેરૂ શોધવા સઘન તપાસ હાથ ધરી હતી.મુંબઇથી લાવેલ પ્રિન્ટર આપનાર શખ્સને ઝડપી તેના મુળ સુધી પહોંચવા તથા ભાગેડુ ત્રણે શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરના ઘોઘારોડ, ગાયત્રીનગર વિસ્તારમાંથી ઝડપાયેલ જાલી નોટ કાંડના પાંચે શખ્સની રીમાન્ડ દરમિયાન સઘન પુછપરછ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી.

તેઓને મુંબઇથી લાવેલ પ્રિન્ટર આપનાર શખ્સો સુધી પહોંચી તેના મુળ કયાં કયાં જોડાયેલ છે. તેની તપાસ હાથ ધરી એક ટીમને મુંબઇ મોકલાશે. તેમજ આ કાંડમાં સંડોવાયેલ ફરાર થઇ ગયેલ ત્રણે આરોપીઓને ઝડપી લેવા ટીમો મોકલી ચક્રો ગતીમાન કરાયાનું પોલીસ વતૃળોએ જણાવ્યું હતું બેધડક રીતે આટલી મોટી સંખ્યામાં નકલીનોટો છાપી રહેલ આરોપીઓને દેશ વિરોધી દેશમાં રહેતા અને વિદેશના આકાઓનું ચોક્કસ પીઠબળ હોવાની આશંકાને લઇ તપાસ હાથ ધરાતા જરૂર તેના મુળ સુધી પહોંચવા પોલીસ આશાવાદી છે

.ભાગેડુ ત્રણે શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરના ઘોઘારોડ, ગાયત્રીનગર વિસ્તારમાંથી ઝડપાયેલ જાલી નોટ કાંડના પાંચે શખ્સની રીમાન્ડ દરમિયાન સઘન પુછપરછ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી. તેઓને મુંબઇથી લાવેલ પ્રિન્ટર આપનાર શખ્સો સુધી પહોંચી તેના મુળ કયાં કયાં જોડાયેલ છે. તેની તપાસ હાથ ધરી એક ટીમને મુંબઇ મોકલાશે. તેમજ આ કાંડમાં સંડોવાયેલ ફરાર થઇ ગયેલ ત્રણે આરોપીઓને ઝડપી લેવા ટીમો મોકલી ચક્રો ગતીમાન કરાયાનું પોલીસ વતૃળોએ જણાવ્યું હતું