ગુજરાત રાજસ્થાન સરહદ પર અંદાજે 52 કરોડની રોકડ ઝડપાઈ, ગણવા માટે મશીન મંગાવવામાં આવ્યું

બનાસકાંઠા પાસે ગુજરાતની સરહદ પર 52 કરોડની રોકડ ઝડપાઈ છે. આ રોકડને સંપૂર્ણ રીતે ગણવા માટે મશીન મંગાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાન ગુજરાત સરહદ પર પોલીસને આ મામલે બાતમી મળી હતી અને બાતમીના આધારે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કેમ કે, આટલી મોટી રકમ કઈ રીતે બહાર આવી કયા હેતુ માટે ઉપયોગ કરવાની હતી તે મામલે તપાસ કરવામાં આવી શકે છે. 

 રાજસ્થાનથી ગુજરાત જતી ગાડીઓને રોકી આ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે રોકડ હાથ લાગતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પોલીસને આ મામલે શંકા જતા ગુજરાત પાર્સિંગની ગાડીઓ રોકાવી હતી.

રાજસ્થાન ગુજરાત સરહદ પર માવલ ચોકડી પાસે આ રકમ ઝડપાઈ છે. હાલ રોકડ ગણવા માટે મશીન પણ મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ મામલે ઈન્કમટેક્સને જાણ કરવામાં આવી છે. રોકડ મામલે રાજસ્થાન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ રોકડ ક્યાંથી આવી અને ક્યાં લઈ જવાની હતી. જેથી આ મામલે સઘન તપાસ કરવામાં આવશે. 
ગુજરાતમાં આ પહેલા સુરતમાં પણ જે પ્રકારે નકલી ચલણી નોટો ઝડપાઈ છે તે મામલે પણ ત્યારે સધન તપાસ ચલાવવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *