સુરતના ડાયમંડ ઉદ્યોગપતિએ રામ મંદિર માટે 11 કરોડ દાન આપ્યુ

રામ મંદિર નિર્માણ માટે સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે. રામ મંદિરને 11 કરોડનું દાન આપનારા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ કહ્યુ કે, “રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહના જે પ્રોગ્રામ યોજ્યો છે જેમાં ગુજરાતનો અધ્યક્ષ બનાવ્યો છે. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. અમારા ફેમિલીએ અને એસઆરકે કંપનીમાં ભગવાનના નામની કંપની છે. ભગવાન આપણા જ છે અને આપણે જય રામજી કી બોલીયે છીએ.

ભગવાને આપણને ખુબ આપ્યુ છે અને આપણે પણ તેમાં કઇક આપીયે. આ દાન નથી, કારણ કે ભગવાન લક્ષ્મીપતિ છે, તેમણે દાનની જરૂરીયાત નથી. આપણએ સમર્પણ કરવાનું છે. એસઆરકે તરફથી 11 કરોડનો ચેક આપવા માટે વીએચપીની ઓફિસે આવ્યા હતા. સુરતથી અમે 11 કરોડનો ચેક આપ્યો, જયંતી ભાઇ કબુતર વાળાએ 5 કરોડ આપ્યા. લવજીભાઇ બાદશાહે 1 કરોડ રૂપિયા આપ્યા. સુરતમાં 17 કરોડ રૂપિયા ચેક આપ્યા. અમદાવાદમાં ગુજરાત ભરના મિત્રો આવ્યા હતા તેમણે 51 લાખ સુધીની રકમ આપી હતી એ પણ 3-4 કરોડ રૂપિયા થયા હતા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *