RAID FOR GAMBLING 7 PEOPLE CAUGHT : ભુજની રેજન્ટા હોટેલમાં રૂમ નંબર 404માંથી નાયબ કાર્યપાલક ઈજનેર સહિત 7 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા.

RAID FOR GAMBLING 7 PEOPLE CAUGHT : ભુજ શહેરની ભાગોળે આવેલી રેજન્ટા હોટેલમાં પોલીસે દરોડો પાડ્યો છે. એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રૂમ નંબર 404માં રેડ કરવામાં આવી હતી. આ દરોડામાં ભુજ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સહિત કુલ 7 લોકો તીન પત્તીનો જુગાર રમતા પકડાયા છે.
આરોપીઓમાં કિરીટ પટેલ (60, બેન્કર્સ કોલોની, ભુજ), ચંદ્રકાન્ત જાદવજી પટેલ (65, ગોયલ ઈન્ટરસીટી, થલતેજ, અમદાવાદ), જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (54, મુંદરા રીલોકેશન_ સાઈટ), ચિરાગ બળદેવભાઈ ડોડીયા (40, રજવાડી બંગ્લો, ભુજ), સંજય પ્રવિણભાઈ પટેલ (40, ક્રિષ્ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ), નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા (34, ઓધવપાર્ક-2 પ્રમુખ સ્વામીનગર, ભુજ) અને અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (68, શિવકૃપાનગર, ભુજ) પકડાયા હતા. આ સિવાય કિરીટ રમેશ પટેલ અને જયેન્દ્રસિંહ મીઠુંભા ઝાલા રહેવાસી બંને ભુજ બન્ને વિદેશી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી તેઓ સામે પ્રોહીબિશનની કલમ તળે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી બે બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 24 હજાર), 8 મોબાઈલ ફોન (કિંમત રૂ. 4.70 લાખ), એક કાર (કિંમત રૂ. 10 લાખ) અને રૂ. 1.14 લાખની રોકડ રકમ મળી કુલ રૂ. 16.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. વધુમાં, દારૂ પીધેલા બે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.