2 DEATH IN WATER AT BHUJ KUTCH : ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ભુજમાં ખાડામાં ડૂબી જવાથી 2 વ્યક્તિના મોત.

2 DEATH IN WATER AT BHUJ KUTCH : ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ભુજમાં ખાડામાં ડૂબી જવાથી 2 વ્યક્તિના મોત.

2 DEATH IN WATER AT BHUJ KUTCH
2 DEATH IN WATER AT BHUJ KUTCH

2 DEATH IN WATER AT BHUJ KUTCH : ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓમાં બની રહી છે. આ દરમિયાન ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડામાં ડુબવાથી 2 વ્યક્તિના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચીને બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે.

મળતી માહિતી અનુસાર, મૃતકમાં 16 વર્ષીય કિશોરી અને 18 વર્ષીય યુવતી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે અને આ મામલો પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સાબરકાંઠામાં નાહવા ગયેલા બે યુવકો તણાયા હોવાની ઘટના બની છે. જેમાં એક યુવક સપ્તેશ્વર નદીમાં તણાયો છે, જ્યારે વિજયનગરમાં ધોધ પર સેલ્ફી લેવા જતાં યુવક ડૂબ્યો હતો. ઈડર તાલુકાના આવેલ સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા નિલેશ દેવજીભાઈ પરમાર નામના યુવાનનો પગ લપસતા જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *