12 PEOPLE RESCUED FROM DESERT : કચ્છના નાના રણમાં 15 કલાક સુધી પાણી પીધા વિના ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ,

12 PEOPLE RESCUED FROM DESERT : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી ચાર મોટર સાયકલ લઈને કચ્છના નાના રણમાં વાછરાડાડાના મંદિરે દર્શને કરવા નીકળેલા 9 યુવકો અને તેમની મદદે ગયેલા 3 પરિવારજનો સહિત 12 લોકો ફસાઈ જતા પોલીસે ટ્રેકટરની મદદથી તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. રણમાં 12 લોકો ફસાયા હોવાની પાટડી પોલીસને કંટ્રોલ રૂમ મારફત જાણ થતા પોલીસકર્મીઓ થાર લઈને રેસ્ક્યૂ માટે નીકળ્યા હતા.

12 PEOPLE RESCUED FROM DESERT : પરંતુ, વરસાદના કારણે રણમાં કાદવ થઈ ગયો હોય થાર પણ ખૂંપી ગઈ હતી. અંતે ટ્રેકટરની મદદથી ફસાયેલા 12 લોકો, તેના મોટરસાયકલ અને થારને બહાર કાઢવામાં આવી હતી. 20 થી 25 કિલોમીટર સુધી ચાલીને થાકી ગયેલા યુવકો રણમાં જ ઊંઘી ગયા હતા. 9 યુવકોને 15 કલાકે પાણી પીવા મળ્યું હતું. રણમાં ફસાયેલા યુવકો અને તેના રેસ્ક્યૂ ઓપરેશનના દિલધડક દ્રશ્યો હવે સામે આવ્યા છે.

12 PEOPLE RESCUED FROM DESERT : પાટડીના નવ મિત્રો 16 ઓગસ્ટે બપોરે બે વાગ્યે ચાર બાઈક લઈને પાટડીથી ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા નીકળ્યા હતા.રણમાં વાછડાદાદાની જગ્યા માત્ર 10 કિમી દૂર હતી અને વરસાદ વરસવાનો શરુ થયો હતો.
બાદમાં મુશળધાર વરસાદ શરુ થતાં આ નવેય મિત્રો ચાર બાઈક સાથે રણમાં અટવાયા હતા.બાદમાં આ નવેય મિત્રોએ કાદવમાં બાઈકને માંડ બેથી ત્રણ કિમી દોરીને લઇ જતા થાકી ગયા હતા.બાદમાં દિશાભ્રમ થતાં રણમાં રસ્તો ભૂલી ગયા હતા.ભૂખ અને તરસને કારણે એમની હાલત કફોડી બની ગઈ હતી.
આ નવ મિત્રો પોતાની ચારેય બાઈકોને રણમાં જ મૂકીને દૂર લાઈટનું અજવાળું દેખાતા ઓડું ગામની લાઈટ હોવાનું માનીને એ દિશામાં આગળ વધ્યા હતા. તેઓ પાટડી બાજુ આવવાના બદલે ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર તરફ આવી ગયા હોવાનો અંદેશો મળતા તેઓ ત્યાંથી પરત વળ્યાં હતા.અંદાજે વેરાન રણમાં કાદવ કીચડમાં 20થી 25 કિમી ચાલીને તેઓ એટલી હદે થાકી ગયા હતા કે તેઓ ભૂખ્યા અને તરસ્યા રણમાં નીચે જ સુઈ ગયા હતા.
12 PEOPLE RESCUED FROM DESERT : રણમાં ફસાયેલા નવ મિત્રોમાંથી એક યુવાને પોતાના પિતા પોપટભાઈ બજાણીયાને મોબાઈલથી ફોન કરીને રણમાં વરસાદ વચ્ચે ફસાયા હોવાનું જણાવતા તેઓ ખારાઘોડાથી પગપાળા પાણીની બોટલો અને વેફરના પડીકા લઈને રણમાં પહોંચતા રણમાં કાદવમાં ચાલી ચાલીને ભૂખ્યા,તરસ્યા અને અધમુવા થયેલા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નશીબ થયું હતું.
બાદમાં આ નવ મિત્રો સાથે ત્રણ વાલીઓ પણ રણમાં રસ્તો ભૂલીને અટવાઈ જતા મોબાઈલથી કન્ટ્રોલ રૂમને જાણ કરી બચાવવા માટે અપીલ કરી હતી.બાદમાં સુરેન્દ્રનગર કન્ટ્રોલ રૂમથી રાત્રે 3 વાગ્યે પાટડી પોલીસને જાણ કરતા પાટડી પોલીસે ટ્રેક્ટર દ્વારા બે રણ ભોમિયાને સાથે રાખી સવારે છ વાગ્યે રણમાં પહોંચી હતી.

12 PEOPLE RESCUED FROM DESERT : પાટડી પોલીસ સ્ટેશનના એએસઆઈ રોહિતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, હું અને મારી સાથે હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ રાઠોડ એક થાર ગાડી અને ટ્રેક્ટર સાથે બે રણ ભોમિયા સંજયભાઈ અને ઇસ્માઇલભાઈ મિયાણાને લઇ રાત્રે ત્રણ વાગ્યે રણમાં ગયા હતા.
જ્યાં રસ્તામાં અમારી થાર ગાડી પણ રણમાં કાદવમાં ફસાઈ હતી. બાદમાં ટ્રેક્ટરમાં કે જેની લાઈટ પણ બંધ થઇ ગઈ હતી, એમાં આ બારેય લોકોને ચાર બાઈક સાથે ટ્રેક્ટરમાં બેસાડી એ ટ્રેક્ટર દ્વારા જ રણમાં ફસાયેલી થાર ગાડીને પણ બહાર કાઢી વહેલી સવારે 9 વાગ્યે હેમખેમ પાટડી એમના ઘેર પહોંચાડ્યા હતા.
12 PEOPLE RESCUED FROM DESERT : રણમાં ભૂલા પડેલા આ નવ યુવાનોમાથી એકાદ બે યુવાનોના મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે પોલીસ એમના સુધી પહોંચી શકી હતી. જો એમના મોબાઈલની બેટરી પત્યા પછી જો બધાના મોબાઈલ બંધ થઇ ગયા હોત તો રણમાં એમને શોધવું મુશ્કેલ થઇ જાત. કારણ કે, આ રણ 5,000 ચો. કિમીમાં ફેલાયેલું વિશાળ રણ છે. અને એમાંય આ નવ મિત્રોમાંથી 3 મિત્રો અંધારામાં એકબીજાથી છુટા પડી ગયા હતા. બાદમાં પોલીસે બધાને એકસાથે રહેવાનું જણાવતા બાદમાં તમામ નવ મિત્રો રણમાં સાથે થઇ ગયા હતા.
પોપટભાઈ બજાણીયાએ જણાવ્યું હતું કે, મારા દીકરાનો રણમાંથી ફોન આવ્યો કે અમે લોકો રણમાં ફસાયા છીએ અને ભૂખ-તરસના લીધે અમારી હાલત કફોડી બની છે. આથી હું વેફરના પડીકા અને પાંચ છ જેટલી પાણીની બોટલો લઈને પગપાળા રણમાં પહોંચ્યા ત્યારે આ તમામ નવેય મિત્રો થાકીને રણમાં કાદવમાં જ સુઈ ગયા હતા. બાદમાં અમે પણ રસ્તો ભૂલી ગયા હતા અને પાટડી પોલીસ અમારા માટે રણમાં દેવદૂત બનીને આવી હતી અને અમને હેમખેમ પાટડી પહોંચાડ્યા હતા.