
અમદાવાદ સૌથી સ્વચ્છ : દેશમાં મોટા સ્વચ્છ શહેરોમાં ગુજરાતે બાજી મારી
દેશમાં સૌથી સ્વચ્છ શહેર અને સિટીની આજે (17 જુલાઈ) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારોહમાં જાહેરાત કરવામાં આવી છે. પ્રથમવાર અમદાવાદે સૌથી સ્વચ્છ શહેર તરીકે બાજી મારી છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. તો સૌલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો ડંકો વાગ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ એવોર્ડ મેળવવા માટે દિલ્હી પહોંચ્યા છે. આ વર્ષે કૂલ 78 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં.
અલગ અલગ ચાર કેટેગરીમાં એવોર્ડ
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું 9મું સંસ્કરણ છે. આ વર્ષે, પ્રતિષ્ઠિત પુરસ્કારો 4 શ્રેણીઓમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમાં…
સુપર સ્વચ્છ લીગ શહેરો
વસતી શ્રેણીઓમાં 5 ટોચના શહેરો, જેમાંથી 3 સ્વચ્છ શહેરોની પસંદગી
વિશેષ શ્રેણી: ગંગા શહેર, કેન્ટોનમેન્ટ બોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા, મહા કુંભ
રાજ્ય સ્તરનો પુરસ્કાર – રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું વચન આપતું સ્વચ્છ શહેર.
પ્રથમવાર વસતીના આધારે શહેરોને પાંચ કેટેગરીમાં વર્ગીકૃત કરાયા
ખૂબ નાના શહેરો: < 20,000 વસ્તી
નાના શહેરો: 20,000 – 50,000 વસ્તી
મધ્યમ શહેરો: 50,000 – 3 લાખ વસ્તી
મોટા શહેરો: 3 – 1 મિલિયન વસ્તી
મિલિયન+ શહેરો: > 1 મિલિયન વસ્તી
નંબર મેળવવા AMCએ મહેનત કરવી પડી
અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ નિયમો પણ અમલી કરાયા હતા. જેમાં જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલાતો હતો. જેના કારણે જાહેરમાં થૂંકતા કે ગંદકી કરતા લોકો પર અંકુશ આવ્યો. આ ઉપરાંત દુકાનો કે સોસાયટીની આસપાસ પણ ગંદકી કરતા લોકોને પણ દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ ગંદકી કરનારા એકમો કે લોકો પર કાબૂ મેળવ્યો. જેના પરિણામે જાહેરમાં ગંદકી પર અંકુશ આવ્યો. અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ પણ વધારે છે. જેથી લોકોની ટેવ બદલવા માટે પણ ઘણો સમય લાગ્યો.
નેશનલ ઇવેન્ટમાં ખાસ વ્યવસ્થા ગોઠવાઇ
વર્લ્ડ કપની ફાઇનલ મેચ જેવી નેશનલ ઇવેન્ટમાં કોર્પોરેશન દ્વારા સફાઇ મુદ્દે ખાસ તૈયાર કરાઇ હતી. વલ્ડકપના સમયે 500થી વધારે સફાઇ કર્મચારીઓની વર્કફોર્સ લગાવાઇ હતી. પરિણામે મેચ પૂરી થયા બાદ 1 ટન પ્લાસ્ટિક એકઠું કરાયું અને તેને રિસાઇકલ કરાયું. એ સમયે એક સાથે 35થી વધારે સ્વિપર મશીનને સ્થળ પર તૈનાત કરાયા હતા. પરિણામે સમગ્ર ઇવેન્ટ દરમિયાન કોઇપણ પ્રકારની ગંદકી જોવા મળી ન હતી.

2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ શહેર
એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો
1. ઈન્દોર (મધ્યપ્રદેશ) 2. સુરત (ગુજરાત) 3. નવી મુંબઈ (મહારાષ્ટ્ર)
એક લાખથી ઓછી વસતિ ધરાવતાં શહેરો
1. સાસવડ (મહારાષ્ટ્ર) 2. પાટન (છત્તીસગઢ) 3. લોનાવલા (મહારાષ્ટ્ર)
એમપીનું મહુ એ સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ છે. મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ જીએસ રાજેશ્વરને એનાયત કરાયો હતો.