
સુરત રત્ન કલાકારોની હડતાલનો બીજો દિવસ
સુરતમાં આજે રત્ન કલાકારોની હડતાલનો બીજો દિવસ છે. રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે કેમ કે, સુરતના હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. આવામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા ઘણા લોકોએ જીવન ટૂંકાવ્યું છે. તો સુરત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા ઘણી રજુઆતો કરી છતા કોઈ નિરાકરણ ન આવતા બે દિવસની હડતાલ ચાલુ છે. તેઓ 25% પગાર વધારો નહીં થાય ત્યાં સુધી વિરોધ કરશે. પગાર વધારો ન થાય ત્યાં સુધી કામ નહીં કરે.