
સીરિયલ બ્લાસ્ટને કારણે 18ના મોત, 48 જેટલા ઘાયલ
સીરિયલ બ્લાસ્ટ નાઈજીરિયાના બોર્નો પ્રાંતમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 18ના મોતના અને 48થી વધુ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. આ હુમલો શનિવારે થયો હતો. ત્યાંના અખબારોમાં 30થી વધુ લોકોના મોતના અહેવાલ છે. આ બ્લાસ્ટ લગ્ન સમારોહમાં થયો હતો. બોર્નો છેલ્લા 15 વર્ષથી બોકો હરમ ઈસ્લામિક ઉગ્રવાદીઓ વિરુદ્ધ સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે, જેના કારણે 40 હજાર લોકો માર્યા ગયા છે. હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.