સમગ્ર કચ્છમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણમાં તંત્ર પાંગડું પડે છે.

સમગ્ર કચ્છમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણમાં તંત્ર પાંગડું પડે છે.

રખડતા આખલા 1
રખડતા આખલા 1

ભચાઉમાં આખલાએ વૃદ્ધને ઉછાળતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે આ સમસ્યા સમગ્ર કચ્છમાં દરેક જિલ્લાના દરેક ગામમાં જોવા મળી રહી છે અને તંત્ર આ બાબતે ખૂબ જ પાંગળું પડી રહ્યું છે. મોડી પણ રાત્રે વાહન અવરજવર માં પણ વાહનચાલકોને ખૂબ જ સંભાળીને વાહન ચલાવવું પડે છે.

  • લોકોને સુખાકારી આપવી બાજુએ રહી, પણ પાલિકા પ્રજાની જાન માલનું રક્ષણ કરવામાં પણ નિષ્ફળ
  • ગંભીર રીતે ઘાયલ વેપારીને ગાંધીધામ રીફર કરાયા, વીડિયો વાયરલ થતા પાલિકા સામે રોષની લાગણી

ભચાઉ શહેરના રામવાડી વિસ્તારમાં રખડતા આખલાએ 64 વર્ષના વૃદ્ધ વેપારી કિર્તીભાઈ મોહનલાલ ઠક્કરને શિંગડામાં ઉછાળી દીધા હતા. આ ઘટનામાં તેમને માથા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અા ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને પાલિકા પ્રત્યે રોષની લાગણી ફળી વળી છે.

રખડતા આખલા
આખલા

ઘટના શનિવારે સવારના 11.35 વાગ્યાની છે. કિર્તીભાઈ રામવાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આખલાએ શિંગડામાં લઈ ઉછાળ્યા હતા. આખલાઓ હવામાંથી તેમને જમીન પર પટક્યા હતાં. તેઓ બેભાન જેવા થઇ ગયા હતાં. મામલો અટલાથી ન અટકતા ત્યારે જ બે આખલા યુદ્ધે ચડ્યા હતાં. જેથી ગંભીરતા અોર વધી હતી. ઘટના બાદ પડોશીઓ દોડી આવ્યા હતા. આખલાને દૂર હાંકી વેપારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાથી રામવાડી વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. શહેરમાં ઢોરનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે. બે દિવસ પહેલા પણ ઝઘડતા આખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.: વૈભવ ઠક્કર, ભોગ બનનાર કિર્તીભાઈના પુત્ર

સમાજ અને રામવાડીના આગેવાનો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. રખડતા ઢોરોને તાત્કાલિક પકડવાની અને કાયમી વ્યવસ્થા કરવાની માંગ છે. શહેરના નગરસેવકો આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરે અને પગલા લે તેવી લોકોમાં અપેક્ષા છે. : ઈશ્વરલાલ પુજારા, ભચાઉ લોહાણા મહાજનના ઉપપ્રમુખ

ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર કે.જી. ચાવડાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે રામવાડી વિસ્તારમાં થયેલી ઘટનાની તેમને કોઈ જાણ નથી. આથી નગરપાલિકા લોકોની સમસ્યાઓ પ્રત્યે કેટલી ગંભીર છે તે સ્પષ્ટ થાય છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *