શ્રાવણની શરૂઆતમાં જ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે જુગારમાં પોતાનું નસીબ અજમાવતા કાર્ગો વિસ્તારમાંથી 6 શખ્સોને દબોચ્યા, રોકડા રૂ.12,850 જપ્ત

શ્રાવણની શરૂઆતમાં જ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે જુગારમાં પોતાનું નસીબ અજમાવતા કાર્ગો વિસ્તારમાંથી 6 શખ્સોને દબોચ્યા, રોકડા રૂ.12,850 જપ્ત

જુગાર
6 શખ્સોને દબોચ્યા

શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ શિવભક્તો મહાદેવની પૂજામાં લીન છે, તો બીજી તરફ કેટલાક લોકો પોતાનું નસીબ અજમાવવા તલપાપડ બન્યા છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે આવા જ જુગારીઓ સામે કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગાંધીધામ કાર્ગો વિસ્તારમાં આવેલ બાપાસીતારામ નગર ઝૂંપડા પાસેની ગલીમાં દરોડો પાડ્યો. જાહેર જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા.

પકડાયેલા આરોપીઓમાં ધનજી કાંતીભાઈ પરમાર (ઉ.વ.30, રહે. કાર્ગો બાપાસીતારામ નગર ઝૂંપડા), રમેશ જીવણભાઈ મકવાણા (ઉ.વ.35, રહે. કાર્ગો પી.એસ.એલ ઝૂંપડા), કિશન જામાભાઈ પરમાર (ઉ.વ.33, રહે. કાર્ગો એકતાનગર ઝૂંપડા), નિકુલ ધનાભાઈ મકવાણા (ઉ.વ.24, રહે. કાર્ગો એકતાનગર ઝૂંપડા), કાળુભાઈ મોતીભાઈ સોલંકી (ઉ.વ.22, રહે. કાર્ગો એકતાનગર ઝૂંપડા) અને મુકેશ જીવણભાઈ ઠાકોર (ઉ.વ.25, રહે. કાર્ગો એકતાનગર ઝૂંપડા)નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 12,850 અને 52 ગંજીપાના જપ્ત કર્યા છે. પોલીસે આ કાર્યવાહી દ્વારા જુગારી વૃત્તિ ધરાવતા લોકોને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે શ્રાવણ માસ દરમિયાન પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *