રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્ય માં આજે સાર્વત્રિક આગાહી, 40 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન સાથે મેઘરાજા આ જિલ્લાઓમાં ત્રાટકશે

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે. ગુજરાતમાં આજે મેહુલિયો ફરી તોફાની બેટિંગ કરશે.

ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જામી છે. છેલ્લા કેટલાય દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, તો ક્યાંક પૂર આવ્યા અને ક્યાંક સારો વરસાદ થયો. ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં ફરી આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પવન સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પવનની ગતિ 30/40 કિમી પ્રતિકલાક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓફસૉર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, જેને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. જયારે આ સિવાયના રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *