
સત્ય પરેશાન હો સકતા હૈ પરાજિત નહીં
માંડવીની પાતાળેશ્વર ટ્રસ્ટ ની જમીન ના વિવાદ સબબ ચેરિટી કમિશનરે દસ્તાવેજો રદ કરવાનો દાવો ગ્રાહ્ય રાખ્યો
માંડવી : શહેરના એપીએમસી પાછળ આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની જમીન નો વિવાદ છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. ભૂતકાળમાં મર્ડર મિસ્ટરીનો સાક્ષી પણ આ જમીન પ્રકરણ રહ્યું છે. ત્યારે આ જમીન ઉપર માંડવીની સીમ સર્વે નંબર 154 વાળી આ જમીનમાં 70 જેટલા પ્લોટોના દસ્તાવેજ બનાવી આપવામાં આવતા ટ્રસ્ટ દ્વારા ભુજની નામદાર સેશન કોર્ટમાં સિવિલ દાવો કરવામાં આવ્યો હતો અને ગુજરાત હાઇકોર્ટમાં પણ અપીલ ચાલુ માં છે ત્યારે આ જમીન ઉપર બનાવવામાં આવેલા પ્લોટોના દસ્તાવેજો રદ કરવાનો દાવો ગ્રાહ્ય રાખ્યું છે તેમજ હાઇકોર્ટ દ્વારા તમામ પ્લોટ ધારકોને નોટીસ પણ ફટકારવામાં આવી છે. ધર્માદા જમીન હોતા કેસની સંવેદનશીલતા જોતા હાઇકોર્ટે આ કેસની તારીખ આગામી ૪ ડિસેમ્બરના રાખી છે અને કેસને ફાઇનલ ડિસ્પોઝેબલ ઉપર પણ રાખ્યું છે. જે સંદર્ભે ટ્રસ્ટના મહંત દીપ્તાનંદ ગુરુ અનંતાનંદે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેમણે ગેરકાયદેસર રીતે તેમના ટ્રસ્ટની જમીન ઉપર શિવજી કરસન છભાડીયા, નિખીલ ચતુર્ભુજ દામાણી અને 70 જેટલા અન્ય દસ્તાવેજ ધારકો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યું છે અને હાલ તેઓ તમામ જામીન ઉપર હોવાનું જણાવી આ ધાર્મિક સંસ્થાને ધર્માદા મળેલ જમીન કોઈપણ ઈસમ પચાવી પાડશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ જમીનનો નિવેડો આવી જાય તો આ સંપૂર્ણ જમીન સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરવાનો હેતુ તેમને દર્શાવ્યું હતું. પાતાળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સ્વામી પ્રેમાનંદ ગીરીગુરુ સ્વામી અખિલાનંદ ગીરીજી, સ્વામી દીપ્તાનંદ ગુરુ અનંતાનંદજી, રમેશભાઈ થલેશ્વર સહિતના ટ્રસ્ટીઓ આ કેસ ચલાવી રહ્યા છે. વકીલ અને નોટરી લક્ષ્મીચંદભાઈ ફુફલ કાયદાકીય કાર્યવાહી સંભાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.