પાકિસ્તાનના થરપારકરથી આવેલા કચ્છમાં 16 વર્ષથી રહેતા 3 લોકોને અપાઇ ભારતીય નાગરિકતા.

રાજકોટ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કચ્છ, મોરબી અને રાજકોટના 185 લોકોને મૂળ પાકિસ્તાનના અને હાલ અહીં રહેતા લોકોને પ્રમાણ પત્રો આપવામાં આવશે. કચ્છના 3 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ભુજના ઝુરા કેમ્પમાં રહેતા સુરાજી કાનજી સોઢા, તાઝુ સુરાજી સોઢા અને વંકાજી દેવાજી સોઢાને ભારતીય નાગરિકતાના પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યા છે.
આ અંગે સુરાજી સોઢાએ જણાવ્યું હતું કે અમારો પરિવાર વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાનના થરપાકારથી ઝુરા આવ્યો હતો. તેમના પરિવારમાં કુલ 9 લોકો છે. તેમને અને તેમના પત્નીને નાગરિકતા મળી ગઈ છે. જયારે 4 દીકરા અને 3 દીકરી છે. એમની નાગરિકતા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આજે ખુશ થઇ રહી છે કે અમને નાગરિકતા મળી ગઈ છે. અને અમને આશા છે કે મારા દીકરા-દીકરીઓને પણ ઝડપથી નાગરિકતાના પ્રમાણ પત્રો મળી જશે.
પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે.
આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે. આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. મંત્રીએ જ્યારે કહ્યું કે, “હસતા રહો.. હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો.
પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે. આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે.