
ભારત કુમાર બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભારત કુમાર’ ના નામથી મશહૂર થયેલા અભિનેતા મનોજ કુમારનું આજે 87 વર્ષે નિધન થયું છે.
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રીમનોજ કુમારનું આજે શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની દેશભક્તિ વાળી ફિલ્મો માટે જાણીતા હતા. દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે તેમને ‘ભરત કુમાર’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના નિધનના સમાચાર સાંભળતા જ બોલીવુડ જગતે પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી હતી. મનોજ કુમારના નિધન પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ‘… મહાન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા, આપણા પ્રેરણા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ‘સિંહ’, મનોજ કુમારજી હવે આપણી વચ્ચે નથી. આ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે અને સમગ્ર ઉદ્યોગ તેમની ખોટ અનુભવશે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો