પ્રેમ દરવાજા વિસ્તારમાં આગ, ૫૦ વર્ષ જુના સ્ટ્રકચરને નુકસાન

પ્રેમ દરવાજા વિસ્તારમાં આગ, ૫૦ વર્ષ જુના સ્ટ્રકચરને નુકસાન

પ્રેમ દરવાજા વિસ્તારમાં આગ
પ્રેમ દરવાજા વિસ્તારમાં આગ

પ્રેમ દરવાજા વિસ્તારમાં આગ : બુધવારે મોડી રાત્રિના બે કલાકના સુમારે શહેરના પ્રેમદરવાજા વિસ્તારમાં આવેલા સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.ત્રણ કલાકની જહેમત પછી ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લઈ શકી હતી. આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયુ નથી. ૫૦ વર્ષ જુના સ્ટ્રકચરને આગથી ભારે નુકસાન થયુ હતુ.

પ્રેમ દરવાજા વિસ્તારમાં આગ : ફાયર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, બુધવારે મોડીરાત્રિના સુમારે પ્રેમદરવાજા બહાર આવેલા રિવાઈન્ડ કંપનીના સિંગચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો. ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચતા આગ વિકરાળ બની હોવાનુ દેખાતા આસપાસના ફાયર સ્ટેશન ખાતેથી વોટર બાઉઝર, ફાયર ફાઈટર,મીની ફાયર ફાઈટર સહીત કુલ વીસ જેટલા વાહનની મદદથી અધિકારીઓ અને જવાનો દ્વારા આગ બુઝાવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયરના એક અધિકારીના કહેવા મુજબ, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે બિલ્ડિંગ ગ્રાઉન્ડ ઉપરાંત બે માળનુ પચાસ વર્ષ જુનુ બિલ્ડિંગ હતુ. આગ હોલવવામાં આવી પરંતુ આગના કારણે વર્ષો જુના આ બિલ્ડિંગના સ્ટ્રકચરને ભારે નુકસાન થવા પામ્યુ હતુ.જો કે આગની આ ઘટનામાં કોઈને ઈજાકે જાનહાની થવા પામી નહતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *