ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત
ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત:સાંઢીડા નજીક સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ટક્કર, એક મહિલા સહિત 4ના મૃત્યુ

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચેની સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ 4 લોકોના મૃત્યુ થયા છે.

અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકો મૂળ મહુવા અને પાલીતાણાના

પ્રાથમિક માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસીટી વિસ્તારમાં રહેતા હોવાનું, જયારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલીતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *