
દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો, આતિશી સહિત AAPના 22 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આજે મંગળવારે હોબાળા સાથે શરૂ થઈ હતી. ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો. તેમજ આજે દિવસ દરમિયાન તેમને સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવાનું સૂચન આપ્યું છે.
આજે સદનમાં રજૂ થનારા CAG રિપોર્ટના કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભારે હોબાળાના કારણે સ્પીકરે વિપક્ષ નેતા આતિશી અને AAPના 22 ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો ચાલુ જ રાખ્કાયો હતો. સદનની બહાર વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હતી.
CAG રિપોર્ટના લીધે થયો હોબાળો
દિલ્હી વિધાનસભામાં આજે CAG રિપોર્ટ રજૂ થવાનો હતો. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.