તલાટીની ભરતીના નિયમો પર શિક્ષકે કર્યા ગંભીર આક્ષેપ

બી.સી.રાઠોડે કહ્યું કે, પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર 5 ટકા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવાશે અને ઈન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપીને OBC ઉમેદવારો સાથે અન્યાય થશે’
આગામી તલાટી ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેના પગલે ઉમેદવારોના મનમાં વિવિધ સવાલો ઉઠ્યા છે. અત્રે જણાવીએ કે, ભરતી પરીક્ષામાં નવા નિયમો જાહેર થતાં પરીક્ષાર્થીઓએ વિરોધનો સૂર ઉચાર્યો છે. જેમાં OBC ઉમેદવારો સાથે અન્યાય થવાનો આક્ષેપ કરાયો છે. નિવૃત પ્રોફેસર અને સરકારી પરીક્ષાની તૈયારી કરાવતા બી.સી.રાઠોડે આરોપ લગાવ્યા કે, આ અભ્યાસક્રમ GPSC કરતા અઘરો છે.
બી.સી.રાઠોડે કહ્યું કે, પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર 5 ટકા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવાશે. ઈન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપીને OBC ઉમેદવારો સાથે અન્યાય કરાતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, ‘ચૂંટણી આવી હતી એટલે ગયા વર્ષે ધોરણ 12 પછી ઉમેદવારો ફોર્મ ભરી શકતા હતા, એટલે કે, બેરોજગાર દર ઘટાડવા માટે ગ્રેજ્યુએશન પર તલાટી ભરતી કરવામાં આવશે. ભરતી માટે જે અભ્યાસ ક્રમ નક્કી કરાયો તે GPSC પરીક્ષા કરતા પણ અઘરો છે’
ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ વિભાગ દ્વારા રેવન્યુ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં અગાઉની ભરતી માટે ધો. 12 પાસ જરૂર હતું. જેની જગ્યાએ હવે રેવન્યુ તલાટીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સ્નાતક ફરજીયાત હોવો જોઈએ. તેમજ બીજો નિયમ ભરતી માટે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા લેવાશે.
ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારોની વય મર્યાદા 33 વર્ષથી વધારી 35 વર્ષ કરવામાં આવી છે. આ સુધારા બાબતે રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર પણ કરવામાં આવ્યું છે. રીક્રુટમેન્ટ રુલ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે.