ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ

ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ
ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ

ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ: આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ)

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (યલો એલર્ટ)

ગુજરાત રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું , 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો, જનજીવન અસ્ત વ્યસ્ત

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર 4 કલાકના સમયગાળામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બાલવાડીમાં કોઝ વે પણ ધોવાઈ ગયો હતો. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી.

વરલથી ભાખર જવાનો રસ્તો બંધ

મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. પાલિતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિત ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. આ ઉપરાંત શિહોરના વરલ, બુઢણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે. જ્યારે વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

થોરાળી નદી પર ચેકડેમ ઓવરફ્લો 

અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, સાવરકુંડલા, બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *