ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું

કોરોના ફાઈલ ફોટો
કોરોના ફાઈલ ફોટો

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું:અમદાવાદમાં એક સાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ પોઝિટિવ

દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોના એ માથું ઊંચક્યું છે ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં આજે 20 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ સાત દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.

એશિયાના સિંગાપુર- હોંગકોંગ સહિતના દેશમાં કોરોનાના કેસો નોંધાયા છે. ભારતમાં મુંબઈમાં 50થી વધુ કેસો નોંધાયા છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. અમદાવાદના વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. તમામ સાત દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. મણીનગરની લેબોરેટરીમાં હોસ્પિટલમાં ચાર દર્દીઓ અને બાકીના ત્રણ દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. દર્દીઓમાં કોઈ નવો વેરિએન્ટ હાલમાં જોવા મળ્યો હોય તેવું જણાવ્યું નથી જોકે આ સમગ્ર કોરોનાના કેસો ઉપર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગની નજર છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *